Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ કારણોસર અમરનાથ યાત્રા પર લગાવાઇ રોક..! યાત્રીઓને અટકાવાયા

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં ખરાબ હવામાન (bad weather)ને કારણે શુક્રવારે શ્રી અમરનાથ યાત્રા (Amarnath Yatra)ને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ (Baltal) અને પહેલગામ (Pahalgam) બંને રૂટ પર યાત્રીઓને આગળ વધતા અટકાવવામાં આવ્યા છે. બીજી...
આ કારણોસર અમરનાથ યાત્રા પર લગાવાઇ રોક    યાત્રીઓને અટકાવાયા
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં ખરાબ હવામાન (bad weather)ને કારણે શુક્રવારે શ્રી અમરનાથ યાત્રા (Amarnath Yatra)ને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ (Baltal) અને પહેલગામ (Pahalgam) બંને રૂટ પર યાત્રીઓને આગળ વધતા અટકાવવામાં આવ્યા છે. બીજી તરફ બમ-બમ ભોલેના નારાથી લખનપુરથી કાશ્મીર સુધીનું વાતાવરણ શિવમય બની ગયું છે.
હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ-કાશ્મીર પહોંચી રહ્યા છે
અમરનાથ યાત્રા માટે દરરોજ દેશ અને દુનિયામાંથી હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ-કાશ્મીર પહોંચી રહ્યા છે. દરમિયાન ગુરુવારે 17202 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. યાત્રાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 84,768 શ્રદ્ધાળુઓ દરબારમાં હાજર રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, સવારે યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. કોઈપણ તીર્થયાત્રીને પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. 3,200 થી વધુ તીર્થયાત્રીઓને નુનવાન, પહેલગામ બેઝ કેમ્પ અને 4,000 બાલતાલ બેઝ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. હવામાન સુધર્યા બાદ યાત્રા ફરી શરૂ થશે.

Advertisement

બેઝ કેમ્પ ભગવતી નગરથી આઠમી બેચ નીકળી
શુક્રવારે, જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી 247 વાહનોમાં 7,010 શ્રદ્ધાળુઓની 8મી ટુકડી ખીણ માટે રવાના થઈ હતી. જો કે, ખરાબ હવામાનના કારણે મુસાફરોને હાલ માટે રામબનના ચંદ્રકોટ ખાતે રોકી દેવામાં આવ્યા છે. અહીંથી ભક્તો માટે નાસ્તા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન અનુકૂળ થયા બાદ મુસાફરોને કાશ્મીર ઘાટી તરફ મોકલવામાં આવશે.
હવામાન સાનુકૂળ થતાં જ ફરી એકવાર યાત્રા શરૂ કરવામાં આવશે
હવામાન સાનુકૂળ થતાં જ ફરી એકવાર યાત્રા શરૂ કરવામાં આવશે. યાત્રા શરૂ થયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર કરી શકે છે. ભક્તોના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ તાત્કાલિક નોંધણી માટે ટોકન લેવા માટે વહેલી સવારે જમ્મુ રેલ્વે સ્ટેશન, સરસ્વતી ધામ પહોંચી રહ્યા છે.
.
Tags :
Advertisement

.