ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amareli : ભૂમાફિયાઓની દાદાગીરી! સરકારી કર્મચારીને ઢોક માર માર્યો

ભૂમાફિયાઓનો સરકારી કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો મુકેશ જોશીનો ફોન પર પડાવીને તોડી નાખ્યો હતો મુકેશ જોશીની ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા હાથ ધરી Amareli : ગુજરાતમાંથી ખાણ ખનીજને લઈ વધુ એક મામલો સામે આવ્યો છે. જોકે આ પહેલા પણ અનેક...
06:30 PM Oct 09, 2024 IST | Aviraj Bagda
Gujarat Crime Case

Amareli : ગુજરાતમાંથી ખાણ ખનીજને લઈ વધુ એક મામલો સામે આવ્યો છે. જોકે આ પહેલા પણ અનેક ગેરકાનૂની રીતે ખનન કરતા ભૂમાફિયાઓની ઘટનાઓ જોવા મળી છે. તે ઉપરાંત તાજેતરમાં ગામ લોકોના એક સમૂહ રાત્રી દરમિયાન વોચ ગોઠવીને અનેક ભૂમાફિયાઓને પોલીસના હવાલે કર્યા હતાં. તેની સાથે કરોડોનો માલસામાન પણ ભૂમાફિયાઓ પાસેથી લેવામાં આવ્યો હતો.

ભૂમાફિયાઓનો સરકારી કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો

અમરેલીમાં શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ ભૂમાફિયાઓને પકડી પાડવા માટે અમરેલીમાં આવેલી સ્થાનિક ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પહોંચ્યા હતાં. પરંતુ ત્યારે આ ભૂમાફિયાઓ દ્વારા તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના અંતર્ગત રાજસ્થળી નજીક ખાણ ખનીજ વિભાગના કર્મચારીએ રેતીનું એક ડમ્પર અટકાવી તપાસ કરતા કેટલાક લોકોએ ઘટનાસ્થળે આવી મારામારી કરતા કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VADODARA : ડિજીટલ એરેસ્ટ કૌભાંડમાં બે ઝબ્બે, ડરાવીને લાખો રૂપિયા પડાવ્યા

મુકેશ જોશીનો ફોન પર પડાવીને તોડી નાખ્યો હતો

અમરેલી ખાણખનીજ વિભાગમાં નોકરી કરતા મુકેશ જોશી આજરોજ સવારના સમયે રાજસ્થળી નજીકથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે મુકેશ જોશીએ રેતી ભરેલા ડમ્પરને રોકી તપાસ હાથ ધરી હતી. જેથી કેટલાક લોકો ઘટનાસ્થળ ઉપર પહોંચીને તેમની સાથે ઉગ્રબોલાચાવી બાદ મારામારી કરી હતી. તે ઉપરાંત મુકેશ જોશીનો ફોન પર પડાવીને તોડી નાખ્યો હતો. ત્યારે મુકેશ જોશીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મુકેશ જોશીની ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા હાથ ધરી

હાલમાં, મુકેશ જોશીની ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કર્મચારી મુકેશ જોષીએ કહ્યું સવારે ચેકીંક હાથ ધર્યું હતું. ત્યારે એક રાજસ્થલી પાસે એક ડમ્પરને રોકવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક માણસો ત્યાં આવીને મારી અને મારા સહકર્મીઓ સાથે મારામારી કરી હતી. અને મારો ફોન પડાવીને તેને તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો: VADODARA : વર્ષ 2007 માં મોદીજીની મદદ મળતા દીકરી આજે પણ અડીખમ

Tags :
AmareliGujarat Crime Case
Next Article