Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવધાન ! કોરોનાના નવા વેરિઅન્ટથી તમે ગુમાવી શકો છે તમારો અવાજ

દેશમાં કોરોનાના નવા JN.1 વેરિઅન્ટથી ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે. સતત કેસમાં વધારો થઇ રહ્યો છે, જે એકવાર ફરી તે સંકટને યાદ કરાવે છે જેને આપણે સૌ ફરી યાદ કરવા નથી માંગતા. નવા કોવિડ સબ-વેરિયન્ટ JN.1 એ ફરી ચિંતા વધારી...
09:52 AM Dec 24, 2023 IST | Hardik Shah

દેશમાં કોરોનાના નવા JN.1 વેરિઅન્ટથી ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે. સતત કેસમાં વધારો થઇ રહ્યો છે, જે એકવાર ફરી તે સંકટને યાદ કરાવે છે જેને આપણે સૌ ફરી યાદ કરવા નથી માંગતા. નવા કોવિડ સબ-વેરિયન્ટ JN.1 એ ફરી ચિંતા વધારી છે. કોરોનાનું નવું વેરિઅન્ટ JN.1, હવે ભારતના ઘણા ભાગોમાં ફેલાઇ રહ્યું છે. ત્યારે એક નવીનતમ સંશોધને સૌ કોઇને આશ્ચક્યચકિત કરી દીધા છે. કેટલો ખતરનાક છે નવો વેરિઅન્ટ આવો જાણીએ આ અહેવાલમાં...

કોરોના થયો તો ગુમાવી શકો છો અવાજ

જનરલ પેડિયાટ્રિક્સમાં SARS-CoV-2 ચેપ પછી Bilateral vocal cord paralysis requiring long term tracheostomy નામનું એક સંશોધન સામે આવ્યું છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે કોરોના સંક્રમણ ગળામાં પણ ચેપ લગાડે છે, જેથી તે ગળાના અવાજ સુધી પણ પહોંચી શકે છે. નિષ્ણાતોના મતે તેને વોકલ કોર્ડ પેરાલિસિસ કહેવામાં આવે છે. આમાં તમારા અવાજના ભાગોને અસર થાય છે. ચેપના કિસ્સામાં, તમે ધીમે ધીમે બોલવાની ક્ષમતા ગુમાવો છો. આ અત્યંત જોખમી છે. મળતી માહિતી અનુસાર, આ ખતરનાક વાયરસ માત્ર સ્વાદ અને સ્મેલને જ નહીં પરંતુ ગળાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. એક કિસ્સામાં, 15 વર્ષની છોકરીએ કોરોના વાયરસને કારણે પોતાનો અવાજ ગુમાવ્યો હતો.

છોકરીએ ગુમાવ્યો પોતાનો અવાજ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SARS-CoV-2 વાયરસના ચેપની પુષ્ટિ થયાના થોડા દિવસો પછી, 15 વર્ષની છોકરીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નર્વસ સિસ્ટમ પર કોવિડની આડ અસરને કારણે કિશોરીને વોકલ કોર્ડ પેરાલિસિસ થયો હતો. છોકરીને પહેલેથી જ અસ્થમા અને anxiety ની સમસ્યા હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે, આ કેસની એન્ડોસ્કોપિક તપાસમાં જાણવા મળ્યું છે કે કિશોરીના વોઈસ બોક્સ અથવા 'લેરીન્ક્સ' બંને વોકલ કોર્ડમાં સમસ્યા છે.

શું કહે છે રિસર્ચ ?

સંશોધન દર્શાવે છે કે કોરોના સંક્રમણ ગળાને પણ ચેપ લગાડે છે, જેથી તે ગળાના અવાજને પણ અસર કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે આને વોકલ કોર્ડ પેરાલિસિસ કહેવાય છે. આમાં તમારા અવાજના ભાગોને અસર થાય છે. ચેપના કિસ્સામાં, તમે ધીમે ધીમે બોલવાની ક્ષમતા ગુમાવો છો. આ અત્યંત જોખમી છે. જીએનસીટીડી મંત્રી (સ્વાસ્થ્ય) સૌરભ ભારદ્વાજે નવેમ્બર-2023 દરમિયાન ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા સહિત શ્વસન સંબંધી રોગોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 30 નવેમ્બરે શ્વસન દવાઓના નિષ્ણાતો સાથે બેઠક બોલાવી હતી. જેમાં RT PCR દ્વારા ન્યુમોનિયાના ગંભીર કેસોની ચકાસણી, સેમ્પલની વિગતો જાળવવા અને એન્ટી વાયરલ દવાઓનો પૂરતો સ્ટોક રાખવા અંગે એસઓપી જારી કરવામાં આવી હતી. જેમાં 13મી ડિસેમ્બરથી 17મી ડિસેમ્બર દરમિયાન તમામ હોસ્પિટલોમાં વિવિધ માપદંડો પર તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

અભ્યાસના તારણો શું છે?

આરોગ્ય નિષ્ણાતો અભ્યાસના નિષ્કર્ષમાં કહે છે કે, જે દર્દીઓને પહેલાથી જ અસ્થમા અથવા ન્યુરોલોજીકલ સમસ્યાઓ છે તેઓ વધુ જોખમમાં હોઈ શકે છે. આ માટે જરૂરી છે કે કોરોના ચેપની સારવાર દરમિયાન ડોક્ટરોએ ન્યુરોલોજી-સાયકિયાટ્રી વગેરે પર ગંભીર ધ્યાન આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ 7 મહિનાની ટોચે પહોંચી ગયા છે. શનિવારે 752 નવા કોવિડ -19 કેસ નોંધાયા, જે છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ છે. આ સિવાય કેરળ, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ 4 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, નવા કોવિડ સબ-વેરિઅન્ટ JN.1 ના કેસોમાં વધારો થયા પછી, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના ડોકટરોએ પણ લોકોને સાવધાન કર્યા છે.

આ પણ વાંચો - દેશમાં કોરોનાના નવા JN.1 વેરિએન્ટે વધારી ચિંતા, દર કલાકે થઇ રહ્યા છે 17 લોકો સંક્રમિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Corona JN.1 sub variantCoronaVirusCoronavirus Alertcoronavirus casescoronavirus cases in indiacoronavirus diseaseCoronavirus JN.1Covid19JN.1JN.1 subvariantlose your voicevoice of throat
Next Article