UK Alert: બ્રિટનમાં આજે રાત્રે 30 સ્થળોએ નકાબપોશ હુમલાખોરો....
- બ્રિટનમાં સતત વધી રહ્યા છે હિંસાના બનાવો
- ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ સામે ગુસ્સો ચરમસીમાએ
- આજે રાત્રે લંડનમાં લગભગ 30 સ્થળોએ હુમલા થવાનું એલર્ટ
UK Alert: બ્રિટનનો મોટા ભાગનો વિસ્તાર હાલ નફરતની હિંસાની આગમાં સળગી રહ્યો છે. બ્રિટન (UK Alert) ના ઘણા શહેરોમાં લગભગ એક અઠવાડિયાથી અરાજકતા જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ ચાકૂબાજી થઈ રહી છે તો કેટલીક જગ્યાએ પોલીસકર્મીઓ પર હુમલા થઈ રહ્યા છે. શહેરોમાં તોડફોડ અને આગચંપી જેવી સ્થિતિ છે. આ નફરતની લડાઈનો નિર્ણાયક વળાંક આવી ગયો છે. અને તેથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગઇ કાલની રાત લંડન માટે લાંબી અને ભારે હતી. બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ સામે ગુસ્સો ચરમસીમાએ છે. લંડન સહિત દેશના ક્રાઈમ ગ્રાફમાં વધારા માટે સ્થાનિક લોકો આ લોકોને જવાબદાર માની રહ્યા છે, આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ માસ્ક પહેરીને લઘુમતીઓના મહોલ્લામાં હુમલો કરવાની જાહેરાત કરી છે.
લંડનમાં હુમલાનું એલર્ટ
સમાચાર છે કે આજે રાત્રે લંડનમાં લગભગ 30 સ્થળોએ હુમલા થવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, માસ્ક પહેરેલા હુમલાખોરો 39 સ્થળો પર સાયલન્ટ એટેક કરવા જઈ રહ્યા છે. લંડન પોલીસે કેટલાક વોટ્સએપ ગ્રુપની ચેટને અટકાવી છે, જેના દ્વારા ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમુક ચોક્કસ સ્થળો પર હુમલો કરવાની યોજના ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન હુમલાખોરો કોણ છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. બીજું કોણ હુમલો કરવાની યોજના ઘડી રહ્યું છે?
આ પણ વાંચો-----UK Violence: મસ્જીદો સહિત અનેક સ્થળે તોડફોડ
ગ્રુપ ચેટમાં શું લખ્યું છે
'જો તમે તેમને નહીં રોકો તો તેઓ આવતા જ રહેશે. વસાહતીઓને હવે સહન કરી શકાય નહીં. આનો અર્થ એ થયો કે લંડનમાં ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે રાત્રે સ્થાનિક રહેવાસીઓ ઇમિગ્રન્ટ્સના કેમ્પ પર હુમલો કરવા જઇ રહ્યા છે. માત્ર આજની રાત જ નહીં. વાસ્તવમાં, હુમલાની યોજના આગામી ત્રણ દિવસ માટે તૈયાર છે. ઇમિગ્રેશનનું સંચાલન કરતા વકીલોના સ્થળો પર હુમલા કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. અને આ હુમલા માટે માસ્ક પહેરીને આવવા અપીલ કરવામાં આવી છે.
બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સ અને સ્થાનિક રહેવાસીઓનું યુદ્ધ શરૂ
મતલબ કે હવે લંડન સહિત સમગ્ર બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સ અને સ્થાનિક રહેવાસીઓનું યુદ્ધ શરૂ થયું છે. લંડનમાં મુસ્લિમોની મોટી વસ્તી છે. સ્થાનિક રહીશો પણ લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે. અને અંતે જ્યારે ધીરજનો બંધ તૂટી ગયો ત્યારે લંડનના લોકોએ યુદ્ધની ઘોષણા કરી.
લંડનમાં નકાબ વિ હિજાબ
હુમલાનું પ્લાનિંગ જાણ્યા બાદ પોલીસે 39 સ્થળોએ સાવચેતી રાખવાનો નિર્ણય લીધો છે જ્યાં મોટો હુમલો થઈ શકે છે. આવી સ્થિતિમાં આ વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હુલ્લડ વિરોધી પોલીસ દરેક ખૂણા પર તૈનાત કરવામાં આવી છે. પરંતુ પોલીસ પ્રજાનો આ ઉકળાટ અટકાવી શકશે કે કેમ તે પ્રશ્ન ઉભો થાય છે. જુઓ જ્યાં લોકો આઘાતમાં અને પરેશાન છે.
સાત દિવસથી સ્થાનિકો અને વસાહતીઓ વચ્ચે અથડામણ
છેલ્લા સાત દિવસથી સ્થાનિકો અને વસાહતીઓ વચ્ચે આ અથડામણ ચાલી રહી છે. પણ સમજો કે વાત ક્યાંથી શરૂ થઈ. વાસ્તવમાં, ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં ત્રણ છોકરીઓની હત્યા અને ઇમિગ્રેશન વિરોધીઓ વચ્ચેની અથડામણ પછી બ્રિટનમાં હિંસા થઈ રહી છે, અત્યાર સુધીમાં હિંસામાં સામેલ લગભગ 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય 600 જેલોને તૈયાર રાખવામાં આવી છે
આગામી 72 કલાક લંડન માટે ભારે
મતલબ કે સ્થાનિક લોકોનો ઈમિગ્રન્ટ્સ સામે જે ગુસ્સો છે તે પોલીસ અને સરકાર પણ સમજી ગઈ છે. તે જલ્દી શાંત થવાનો નથી. પરંતુ આ ક્ષણે, દરેકની આંખોમાં માત્ર આજની રાતનો ડર નથી. તેના બદલે આગામી 72 કલાક લંડન માટે ભારે રહેવાના છે.
આ પણ વાંચો-----World : બાંગ્લાદેશ બાદ આ દેશના વડાપ્રધાન પણ ઘેર ભેગા થઇ ગયા....