Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Akshay Kumar Birthday: અક્ષય કુમાર માટે 'ખેલાડી' બનવું સરળ ન હતું ,વાંચો અહેવાલ

બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર આજે જન્મ દિવસ અક્ષય કુમાર 57મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવી રહ્યો છે અક્ષય કુમારની પ્રથમ ફિલ્મ સૌગંધ હતી Akshay Kumar Birthday: બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક અક્ષય કુમાર આજે 9મી સપ્ટેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ (Akshay...
akshay kumar birthday  અક્ષય કુમાર માટે  ખેલાડી  બનવું સરળ ન હતું  વાંચો અહેવાલ
  • બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર આજે જન્મ દિવસ
  • અક્ષય કુમાર 57મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવી રહ્યો છે
  • અક્ષય કુમારની પ્રથમ ફિલ્મ સૌગંધ હતી

Akshay Kumar Birthday: બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક અક્ષય કુમાર આજે 9મી સપ્ટેમ્બરે પોતાનો 57મો જન્મદિવસ (Akshay Kumar Birthday)ઉજવી રહ્યો છે. ભારતીય સિનેમાના ખિલાડી કુમાર તરીકે પ્રખ્યાત અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિ ઓમ ભાટિયા છે. તે એકમાત્ર બોલિવૂડ એક્ટર છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી(Film industry)માં ખિલાડી કુમાર કહેવામાં આવે છે. તે માત્ર પડદા પર જ નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ ખિલાડી કુમાર છે. બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો(Akshay Kumar Movies )માં મુખ્ય ભૂમિકા ભજવનાર અક્ષય કુમારે પહેલી ફિલ્મમાં માત્ર 7 સેકન્ડનો રોલ કર્યો હતો અને આજે તે વર્ષમાં 4-5 ફિલ્મો કરે છે.

Advertisement

અક્ષય કુમારના જીવન સાથે જોડાયેલા 5 પાસઓ

અહી અમે તમને અક્ષય કુમારના જીવન સાથે જોડાયેલા 5 પાસાઓ વિશે જણાવી રહ્યા છીએ, જે તમે ભાગ્યે જ જાણતા હશો. સૌથી પહેલા અક્ષય કુમારનું સાચું નામ રાજીવ ભાટિયા છે. તેમનો જન્મ જૂની દિલ્હીના પંજાબ હિન્દુ પરિવારમાં થયો હતો. સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટનો શોખ ધરાવતા અક્ષયે બેંગકોકમાં થાઈ બોક્સિંગની ટ્રેનિંગ લીધી હતી અને શેફ અને વેઈટર તરીકે પણ કામ કર્યું હતું.

અક્ષય કુમાર માર્શલ આર્ટ ટ્રેનર બન્યો

બેંગકોકથી પરત ફર્યા બાદ તેણે બાળકોને માર્શલ આર્ટની તાલીમ આપી. એક તાલીમાર્થી છોકરાના માતા-પિતાએ તેને મોડલિંગ કરવાની સલાહ આપી. અહેવાલો અનુસાર, અક્ષયે ફોટોગ્રાફર જયેશ શેઠની મદદ કરી હતી અને મુખ્ય ભૂમિકા ભજવતા પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર અને સ્ટંટમેન તરીકે કામ કર્યું હતું.

Advertisement

અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'ની પોસ્ટ શેર કર્યું

અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'ની પોસ્ટ શેર થતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. આ અંગે ટિપ્પણી કરતા ખેલાડીના ચાહકો પહેલા તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉપરાંત, તે તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ને લઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તે જ સમયે, ઘણા યુઝર્સ 'ભૂત બંગલા'ના પોસ્ટરમાં તેના લુકની પ્રશંસા કરતા જોવા મળે છે.

Advertisement

આ પણ  વાંચો -Ganesh Visarjan: અનંત અને રાધિકા શ્રીજીના વિસર્જનમાં મસ્તી કરતા જોવા મળ્યા,જુઓ Video

મોડલિંગ દ્વારા બોલિવૂડમાં તક મળી

કેટલાક વર્ષો સુધી મોડલિંગ કર્યા બાદ અક્ષય કુમાર પહેલીવાર ફિલ્મ 'આજ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે કરાટે ટ્રેનરની ભૂમિકા ભજવી હતી. તરત જ તેણે પ્રમોદ ચક્રવર્તી સાથે 'દીદાર' સાઈન કરી. પદાર્પણ પછી ઘણા વર્ષો સુધી તેને સફળતા ન મળી, પરંતુ તેની શારીરિક રચના અને અભિનય કૌશલ્યને ઓળખ મળી.

આ પણ  વાંચો -Happy Birthday Radhika Apte:આ વેબ સિરીઝ અને ફિલ્મોએ રાધિકા આપ્ટેને OTT ક્વીન બનાવી

અક્ષય હિન્દી સિનેમાનો ખિલાડી છે

અક્ષય કુમારની પ્રથમ ફિલ્મ સૌગંધ 25 જાન્યુઆરી 1991ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે એક દિવસ અક્ષય હિન્દી સિનેમાનો ખિલાડી કુમાર બનશે. લગભગ 33 વર્ષની કારકિર્દીમાં અક્ષય કુમારને હવે કોઈ ઓળખની જરૂર નથી. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં લોકો તેમની ફિલ્મોને પસંદ કરે છે.

આ પણ  વાંચો -Emergency ફરી એકવાર ભારતમાં વર્ષ 1975 બાદ લાગશે

અક્ષય કુમારની 'ખિલાડી' ઇમેજ

અક્ષય કુમારની શરૂઆતની સફળતા કાજોલ સાથેની 'યે દિલ્લગી' હતી. આ ફિલ્મ માટે તેને ઘણા એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યા હતા. આ પછી ‘ખિલાડી’ ફ્રેન્ચાઈઝી આવી, જેણે ઇન્ડસ્ટ્રીમાં એક એક્શન હીરો તરીકે તેની ઈમેજને વધુ મજબૂત બનાવી. તેણે ખિલાડી,ખતરનાક ખિલાડી, ખિલાડીઓ કા ખિલાડી, ખિલાડી 420, સબસે બડા ખિલાડી જેવી ફિલ્મો કરીને પોતાની આગવી છાપ છોડી.

Tags :
Advertisement

.