Air India ની મોટી બેદરકારી, યાત્રીના ભોજનમાંથી મળી આવી ધારદાર 'Blade'
આઈસ્ક્રીમની અંદર માનવ આંગળીનો ટુકડો મળી આવ્યો હતો અને કાનખજૂરોનો મુદ્દો હજી ઉકેલાયો નથી, આ બધાની વચ્ચે ફ્લાઈટના ફૂડમાં બ્લેડ મળી આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાસ્તવમાં Air India ની ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં એક યાત્રીના ખોરાકમાંથી ધાતુની ધારદાર બ્લેડ મળી આવી હતી. મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને આ માહિતી આપી હતી. Air India એ પણ એક નિવેદન બહાર પાડીને એ હકીકતને સ્વીકારી કે ખાવામાં બ્લેડ મળી આવ્યા હતા અને પેસેન્જરની માફી માંગી હતી.
એરલાઈન્સ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી...
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આઈટમ તેના કેટરિંગ પાર્ટનરની સુવિધાઓમાં વપરાતી વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી આવી હતી. Air India ના ચીફ કસ્ટમર એક્સપિરિયન્સ ઓફિસર રાજેશ ડાગેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કંપની પુષ્ટિ કરે છે કે અમારા એક વિમાનમાં સવાર એક યાત્રીના ભોજનમાં ભોજનનો ભાગ ન હતો તે વસ્તુ મળી આવી હતી." તપાસ કરવા પર, જાણવા મળ્યું કે આ વસ્તુ અમારા કેટરિંગ પાર્ટનરની ફેસિલિટીમાં વપરાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી આવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, એક અઠવાડિયા પહેલા Air India ની બેંગલુર-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટના એક મુસાફરને તેના ખોરાકમાં 'બ્લેડ'જેવી વસ્તુ મળી હતી. X પર પોસ્ટ શેર કરી લખ્યું, Air India નું ફૂડ છરીની જેમ કાપી શકે છે. શેકેલા શક્કરીયા અને અંજીર ચાટમાં એક ધાતુનો ટુકડો છુપાવેલો હતો જે 'બ્લેડ' જેવો દેખાતો હતો. થોડી સેકન્ડો માટે ખોરાક ચાવવા પછી જ મને આ સમજાયું. સદનસીબે કોઈ નુકસાન થયું નથી...'
મુખ્ય ગ્રાહક અનુભવ અધિકારીએ માફી માંગી...
પેસેન્જરે Air India ની કેટરિંગ સર્વિસ પર આરોપ લગાવતા કહ્યું કે, આ ઘટના Air India માટે સારી નથી. જો આ ધાતુનો ખોરાક બાળકને પીરસવામાં આવ્યો હોત તો? માહિતી મળતાની સાથે જ એરલાઇન કંપનીએ આ મામલે તપાસ શરૂ કરી અને પોતાની ભૂલ સ્વીકારી લીધી. એરલાઈન્સના એક અધિકારીએ જણાવ્યું કે એરલાઈને તેના કેટરિંગ પાર્ટનર સાથે મળીને અનેક પગલાં લીધા છે. જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવામાં આવે. આમાં શાકભાજીના પ્રોસેસિંગ મશીનને વધુ વાર તપાસવાનો સમાવેશ થાય છે, ખાસ કરીને કોઈપણ નક્કર શાકભાજીને કાપ્યા પછી. Air India એ અસરગ્રસ્ત ગ્રાહકોનો સંપર્ક કર્યો છે અને અનુભવ બદલ દિલગીર છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Meeting on Manipur : મણિપુર હિંસાને લઈને અમિત શાહની હાઈલેવલ બેઠક, RSS ના વડાએ કહ્યું…
આ પણ વાંચો : Congress : રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભા પેટાચૂંટણી લડશે…
આ પણ વાંચો : UP : મુસ્લિમ યુવકે CM યોગીને જાનથી મારી નાખવાની આપી ધમકી અને પછી…