Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Airportના ટોયલેટના ડસ્ટબીનમાંથી મળી 50 લાખની સોનાની પેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી યથાવત વધુ 750 ગ્રામ સોનું પકડાયું સોનાની બજાર કિંમત છે 50 લાખ રૂપિયા એરપોર્ટના ટોયલેટમાંથી સોનાની પેસ્ટ મળી આવી એરપોર્ટ પર ફરજ બજાવતા સફાઇ કર્મી દિનેશ ગરવાને મળી હતી પેસ્ટ કસ્ટમ સહિત અધિકારીઓએ તપાસ...
ahmedabad airportના ટોયલેટના ડસ્ટબીનમાંથી મળી 50 લાખની સોનાની પેસ્ટ
  • અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી યથાવત
  • વધુ 750 ગ્રામ સોનું પકડાયું
  • સોનાની બજાર કિંમત છે 50 લાખ રૂપિયા
  • એરપોર્ટના ટોયલેટમાંથી સોનાની પેસ્ટ મળી આવી
  • એરપોર્ટ પર ફરજ બજાવતા સફાઇ કર્મી દિનેશ ગરવાને મળી હતી પેસ્ટ
  • કસ્ટમ સહિત અધિકારીઓએ તપાસ કરતા મામલો સામે આવ્યો
  • કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી
  • એરપોર્ટ ઓથોરિટીએ સફાઇ કર્મીની કરી પ્રશંસા

Ahmedabad Airport : અમદાવાદના એરપોર્ટ (Ahmedabad Airport) પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા એક સફાઇ કર્મીએ એરપોર્ટ ટોયલેટના જસ્ટબીનમાંથી સોનાની પેસ્ટ જોઇ અને તેમાં સોનાની દાણચોરીનો ઘટસ્ફોટ થયો હતો. સફાઇ કર્મીએ આ મામલે એરપોર્ટ ઓથોરિટીને જાણ કરતાં અધિકારીઓએ આ સોનાની પેસ્ટ કબજે કરી હતી. જપ્ત કરાયેલી 750 ગ્રામ સોનાની પેસ્ટની કિંમત અંદાજે 50 લાખ રુપિયા થાય છે. એરપોર્ટ ઓથોરિટીએ સફાઇ કર્મીની પ્રશંસા કરી હતી

Advertisement

સફાઇ કામદાર દિનેશ ગરવાને સફાઇ દરમિયાન ટોઇલેટના ડસ્ટબીનમાંથી સોનાની પેસ્ટ મળી

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી યથાવત્ છે એરપોર્ટના સફાઇ કામદાર દિનેશ ગરવાને સફાઇ દરમિયાન ટોઇલેટના ડસ્ટબીનમાંથી કંઇ વાંધાજનક વસ્તુ મળતાં તેણે આ બાબતે એરપોર્ટ ઓથોરિટી અને કસ્ટમ્સ અધિકારીઓને જાણ કરી હતી અધિકારીઓેએ તપાસ કરતાં બોક્સમાંથી ૭૫૦ ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી કસ્ટમ્સે આ સોનું કબજે લઇ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો----Ahmedabad : કરોડોની કિંમતનું ડ્રગ્સ ટ્રકમાં ભરી ઓડિશાથી ત્રણ શખ્સો અમદાવાદ આવ્યા અને..!

Advertisement

બન્ને પેકેટમાંથી ૭૫૦ ગ્રામ સોનાની પેસ્ટ મળી

અમદાવાદ એરપોર્ટ પર હાઉસકિપિંગ સ્ટાફના કર્મચારી દિનેશ ગરવા પોતાના રુટિન મુજબ સફાઇ કરી રહ્યા હતા. દિનેશ ગરવાને ટોઇલેટના ડસ્ટબીનમાં કંઇક વજનદાર વસ્તુ હોવાનો ભાસ થતાં તેમણે તપાસ કરી તો બે સીલબંધ પેકેટ જોવા મળ્યા હતા. બન્ને બોક્સ અંગે ગરવાએ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તથા કસ્ટમ અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓએ તપાસ કરતા બન્ને પેકેટમાંથી ૭૫૦ ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી.

Advertisement

કોઇ કેરિયરે ડસ્ટબીનમાં સોનાની પેસ્ટ છુપાવી હોવાનો પર્દાફાશ થયો

કસ્ટમ્સની ટીમે સોનું જપ્ત કરીને સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. તમામ અધિકારીઓએ ગરવાની વફાદારી અને કાર્યનિષ્ઠાની સરાહના કરી હતી. કોઇ કેરિયરે ડસ્ટબીનમાં સોનાની પેસ્ટ છુપાવી હોવાનો પર્દાફાશ થયો હતો. એરપોર્ટ ઓથોરિટીએ સફાઇ કર્મીની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો----VADODARA : અમદાવાદ અને સુરતના સફાઇ સેવકોની ટીમ શહેરમાં કામે લાગી

Tags :
Advertisement

.