ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : વટવામાં યુવકની છરી મારી હત્યા, મહિલા સહિત 4 આરોપીની ધરપકડ

અમદાવાદનાં વટવામાં અગાઉ થયેલ માથાકૂટ બાબતે અંગત અદાવત રાખી યુવકની છરીનાં ઘા મારી કરપીણ હત્યા કરી દેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
08:36 PM Apr 13, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Ahmedabad_Gujarat_first

અમદાવાદમાં (Ahmedabad) ગુનેગારો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે જાહેરમાં મારામારી, લૂંટ, હત્યા સહિતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક હત્યાની હચમચાવે એવી ઘટના વટવા વિસ્તારમાં (Vatva) બની છે. રિક્ષા મૂકવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતાં યુવકની છરીનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાલ દરવાજા પાસે રિક્ષા પાર્કિંગ બાબતે થઈ હતી માથાકૂટ

અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ જેવી નજીવી બાબતે માથાકૂટ થતાં અંગત અદાવતમાં એક યુવકની છરી મારી હત્યા કરવામાં આવી છે. જે મામલે પોલીસે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક યુવકના ભાઈ મોહમદ ઝુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં (Vatva Police Station) નોંધાવેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીનો ભાઈ 30 વર્ષીય જાવેદ સલીમ પટેલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન, લાલ દરવાજા પાસે રિક્ષા પાર્કિંગ બાબતે મૃતક જાવેદની મુખ્ય આરોપી ઝમીર કાસમ શેખ સાથે માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખીને આરોપીઓએ વટવા વિસ્તારમાં વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળીયા પાસે જાવેદ સલીમ પટેલની છરીનાં ઘા ઝીંકી હત્યા નીપજાવી છે.

આ પણ વાંચોઃ Road Accident : ડીસા અને પાટણમાં ગમખ્વાર અકસ્માત, દંપતી સહિત કુલ 3 નાં મોત

યુવકની હત્યાનાં આરોપમાં મહિલા સહિત 4 આરોપીની ધરપકડ

જો કે, આ મામલે ફરિયાદ બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને જમીર કાસમભાઈ શેખ, જાફર કાસમભાઈ શેખ, કાસમભાઈ એહમદભાઈ શેખ અને રશીદાબાનુ શેખે નામના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ (Vatva Police) તપાસ અનુસાર ધરપકડ કરાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેઓ હથિયારધારનાં ભંગ બદલ અને મારામારીનાં ગુનામાં પકડાયા હતા. આ મામલે વટવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Patan : પૂર્વ MLA બળદેવજી ઠાકોરના આકરા પ્રહાર, કહ્યું -સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં..!

Tags :
AhmedabadAhmedabad Cirme NewsCrime NewsGUJARAT FIRST NEWSJaved Salim Patel CaseTop Gujarati NewsVatvavatva murderVATVA POLICE