Ahmedabad આ વિસ્તારનો રસ્તો આજથી કાયમ માટે બંધ કરાયો
- અમદાવાદના ગાંધી આશ્રમ રોડ આજથી બંધ
- સામાન્ય વાહન વ્યવહાર માટે મુખ્ય રસ્તો બનશે ભૂતકાળ
- આશ્રમ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કાયમી બંધ કરાયો રસ્તો
- RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો રસ્તો બંધ
Ahmedabad : અમદાવાદ (Ahmedabad)સતત હરણફાળ વિકાસ કરી રહ્યું છે. અહી નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે. ઓલિમ્પિક માટે તૈયારી કરી રહેલા અમદાવાદના કાયાપલટ થવા જઈ રહી છે. આવામાં અમદાવાદમાં એક મહત્વના પ્રોજેક્ટના ડેવલપેન્ટની જાહેરાત કરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટ માટે અમદાવાદનો એક મહત્વનો(Arrange for drivers) રસ્તો આજથી કાયમ માટે (Road Close)બંધ કરવામાં આવ્યો છે.
ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરાઈ છે. ટ્રાફિક પોલીસ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત જાહેરાત કરાઈ કે, RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ હવે આજથી કાયમ માટે બંધ થયો છે. હોટલ આશ્રયથી કાર્ગો મોટર સુધીનો માર્ગ કાયમ માટે બંધ રહેશે. તમામ પ્રકારના વાહનવ્યવ્હાર માટે માર્ગ કાયમ માટે બંધ કરાયો છે.
વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ
શુક્રવારે મધરાત 12 વાગ્યાથી તેનો અમલ શરૂ થયો. અગાઉ હંગામી ધોરણે તેનો અમલ કરાયો હતો. જોકે, હવે તેને સદંતર બંધ કરાયો છે. અમદાવાદના વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતા પશ્ચિમ ટ્રાફિક વિભાગના ડીએસપી નીતા દેસાઈએ જણાવ્યું કે, વાહનચાલકોને લઘુત્તમ મુશ્કેલી પડે એવી વ્યવસ્થા કરાઈ છે. તમામ જરૂરી દિશા નિર્દેશ માટે સાઈનેજીસ લગાવવામાં આવ્યા છે. આશ્રમ મુલાકાત માટે આવતા પ્રવાસીઓ માટે પણ બંને તરફ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોજેક્ટ કામગીરી અને આશ્રમ મુલાકાતીઓને કોઈ વિક્ષેપ ન પડે એ માટે વ્યવસ્થા કરાઈ છે. ફ્રી લેફ્ટ ટર્ન અને પીક આવર માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન કરાયું છે. D માર્ટ તરફ અને કાર્ગો મોટર તરફ પણ વધુ પોલીસ જવાનો મુકવામાં આવશે.
આ પણ વાંચો -Navsari: દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ , 2 ના મોતની આશંકા
નોંધનીય છે કે જાન્યુઆરી 2024 માં વાઇબ્રન્ટ સમિટ પહેલા કરાયેલા લોકાર્પણ સમયે જ ઝી 24 કલાકે ફૂટ ઓવરબ્રિજ ન હોવાની આ ગંભીર બેદરકારીનો અહેવાલ દર્શાવતા સાશકોએ આ મામલે નિર્ણય લેવાની વાત કરી હતી. જે અંગે હજીપણ તેઓ શાહીબાગ અને ડફનાળા જેમ ફૂટ ઓવરબ્રિજનું આયોજન કરાશેની પીપુડી વગાડી રહ્યા છે. પણ એમની પાસે એનો જવાબ નથી કે આઇકોનિક રોડની ડિઝાઇનમાં કેમ આટલી સામાન્ય બાબતનું ધ્યાન નહતું રખાયું.