ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ : ટપોરી બેફામ પોલીસ લાચાર!, લુખ્ખા તત્વોએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી મચાવ્યો આતંક

અમદાવાદઅવાર નવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે. ત્યારે હાલમાં ગીતા મંદિર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે. કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ સવારના સમયે બસ સ્ટેન્ડ પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી નાખ્યો, અને પ્રવાસીઓ સાથે...
06:25 PM Jul 02, 2023 IST | Dhruv Parmar

અમદાવાદઅવાર નવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે. ત્યારે હાલમાં ગીતા મંદિર વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે. કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ સવારના સમયે બસ સ્ટેન્ડ પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી નાખ્યો, અને પ્રવાસીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવેલી તોડફોડના CCTV પણ સામે આવ્યા છે. જેને જોઇને પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, અમદાવાદ ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગા નો આતંક યથાવત છે. ભાવેશ અને તેના સાગરીતોએ ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી ફરી એકવાર વેપારીઓ અને પ્રવાસીઓ સાથે બોલચાલ કરી મારામારી કરી. જે બાદ પોલીસે આરોપી એ દૂર લઈ ગઈ, જોકે થોડા સમય બાદ ફરીથી માંગો અને તેના સાગ રીતે પોલીસ ચોકી પર આવી પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી નાખ્યા.

આ પહેલા પણ અનેક વખત ગીતા મંદિર ST બસ સ્ટેન્ડ પણ આવા લુખ્ખા તત્વોએ હોબાળો જોવા મળે છે. થોડા મહિના પહેલા પણ માંગો અને તેના સાગરીતોએ ST બસ સ્ટેન્ડ પર લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાનો કેસ દાખલ થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, ભાવેશ ઉર્ફે મંગા વિરુદ્ધ કુલ 11 પોલીસ ફરિયાદ દાખલ છે. એસટી બસ સ્ટેન્ડ પર વેપાર કરતા લોકોમાં પણ મંગાના આતંકના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Kutch માં સારા વરસાદથી પ્રકૃત્તિ ખીલી ઉઠી

Tags :
AhmedabadAhmedabad PoliceCrimeGujaratpassengers attackedST police
Next Article