Ahmedabad : દરિયાપુર કડિયાનાકા પાસે મકાનનો સ્લેબ ધરાશાયી, એકનું મોત
અમદાવાદની 146મી રથયાત્રા ઝડપથી આગળ વધી રહી છે ત્યારે દરિયાપુરના કડિયાનાકા પાસે છત ધરાશાયી થવાની ઘટના બની છે. તેમજ આ છત ધરાશાયી થતા 7થી8 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. આ પછી તમામ લોકોને ઝડપથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના દરિયાપુરમાં છત ધરાશાયી થયું છે. દરિયાપુરના કડિયાનાકા પાસે છત ધરાશાયી થતા 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ વચ્ચે કડિયા નાકા ખાતે ટ્રક પસાર થતી સમયે દિવાલનો કેટલોક ભાગ પડવાથી કેટલાક લોકોને સામાન્ય ઇજા થયેલ છે. જે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ છે કોઈ ગંભીર નથી. આ અંગેપોલીસ તરફથી પણ માહિતી આપવામાં આવી છે કે, તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરવું.
માહિતી અનુસાર, રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે. આથી નીચે ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો. જેમાં પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ ઘટનામાં 3 બાળક સહિત 8 ભાવિકને ઈજા પહોંચી છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જો કે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે.
રથયાત્રાના રટ પર દુર્ઘટના, મકાનનો સ્લેબ પડતા 8થી 9 લોકો ઘાટલ #Ahmedabad #Accident #Rathyatra #Rathyatra2023 #RathyatraFestival #AhmedabadRathyatra #JagannathRathyatra2023 #JagannathTemple #GujaratFirst pic.twitter.com/V0nBCwG5t9
— Gujarat First (@GujaratFirst) June 20, 2023
આપણ વાંચો -આખું અમદાવાદ નગર ઊમટ્યું રથયાત્રાના દર્શને, જુઓ તસવીરો