Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર

Ahmedabad: અમદાવાદમાં વર્ષ 2022 માં ખાડિયા વિસ્તારમાં બીજેપીના કાર્યકર્તાની હત્યા થઈ હતી. વર્ષ 2022માં ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડીયા ખાતે મોન્ટુ નામદારે હત્યા કરી હતી. આ કેસમાં આરોપી હત્યાનું ષડયંત્ર રચયા હોવાનું પણ સામે આવ્યું હતું. મોન્ટુ નામદારને...
ahmedabad  કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર

Ahmedabad: અમદાવાદમાં વર્ષ 2022 માં ખાડિયા વિસ્તારમાં બીજેપીના કાર્યકર્તાની હત્યા થઈ હતી. વર્ષ 2022માં ભાજપના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડીયા ખાતે મોન્ટુ નામદારે હત્યા કરી હતી. આ કેસમાં આરોપી હત્યાનું ષડયંત્ર રચયા હોવાનું પણ સામે આવ્યું હતું. મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યારે પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અસલાલી સર્કલ પાસે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપીને ફરાર થઈ ચૂક્યો છે.

Advertisement

પોલીસને માત આપી મોન્ટુ નામદાર ફરાર થયો ફરાર

હત્યા કરનાર આરોપી મોન્ટુ નામદારની પોલીસે ધરપકડ કરી હતી અને નડિયાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 13 જુલાઈ થી 26 જુલાઈ સુધી 14 દિવસના વચગાળાના જામીન પર મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યો હતો અને 27 જુલાઈના રોજ હાજર ન થતા પેરોલઝમ કરીને આરોપી નાસ્તો ફરતો હતો. મોન્ટુ નામદાર આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદુન અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યની અંદર ધરપકડથી બચવા માટે ફરતો હતો.

મોન્ટુ નામદાર સામે કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા

નોંધનીય છે કે, આરોપી પોલીસથી બચવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતો હતો. મોબાઈલનું લોકેશનના મળે તે માટે કીપેડ મોબાઇલ યુઝ કરતો હતો અને દર બીજા દિવસે સીમકાર્ડ તોડી અને નવા સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. આ સાથે પોતાની કાર ટોલટેક્સ નજીકના દેખાય તે માટે અલગ અલગ ફાસ્ટ ટ્રેકનો પણ ઉપયોગ કરી ટોલટેક્સ ક્રોસ કરતો હતો. વિગતે વાત કરવામાં આવે તો, મોન્ટુ નામદાર સામે કુલ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં જુગારના 15 હથિયાર સંબંધિત 2 અને મારામારીના છ ગુનાઓ નોંધાયેલા છે.

Advertisement

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: Surat: શહેરના 41 PIની આંતરિક બદલી, રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય

આ પણ વાંચો: AHMEDABAD: ક્રાઇમ બ્રાન્ચે PG અને ડોર્મેટરીનું રજીસ્ટ્રેશ શરૂ કર્યું, શહેરમાંથી 5 PG ના રજીસ્ટ્રેશન થયા

આ પણ વાંચો: Maharaj : ગુજરાત હાઈકોર્ટ ફિલ્મ નિહાળી આપશે ચુકાદો, યશરાજ ફિલ્મ-નેટફિલક્સને કરી ટકોર

Tags :
Advertisement

.