Ahmedabad : માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકાર
- નગરપાલિકાની ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર (Ahmedabad)
- વર્ષ 2025 માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી હાઇકોર્ટમાં પડકારાઈ
- ઇવીએમ મશીનમાં ગેરરીતિનાં આરોપસર હાઇકોર્ટમાં અરજી કરાઈ
- માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકાર
Ahmedabad : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Sthanik Swaraj Election) ભારતીય જનતા પાર્ટી (BJP) નો શાનદાર વિજય થયો હતો. જો કે, હવે નગરપાલિકાની ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યા છે. માણસા નગરપાલિકાની ચૂંટણી પરિણામને (Mansa Municipality Election Result) હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. ઇવીએમ મશીનમાં ગેરરીતિનાં આરોપસર હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલ કેસમાં વધુ 2 ઝડપાયા, 6 દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય 13 આરોપી જેલ હવાલે
માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકાર
રાજ્યમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા છે. EVM મશીનમાં ગેરરીતિનાં આરોપસર હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ઇવીએમ મશીનમાં ગેરરીતિનાં કારણે સત્તા પક્ષ તરફી પરિણામ હોવાનો અરજદારનો આક્ષેપ છે.
આ પણ વાંચો - Rajkot : પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિરોધીઓને આપ્યો જવાબ!
કુલ 28 પૈકી 27 બેઠક પર BJP અને 1 પર કોંગ્રેસ જીતી હતી
જણાવી દઈએ કે, માણસા નગરપાલિકાના ચૂંટણીમાં (Mansa Municipality Election Result) કુલ 28 માંથી 27 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ (BJP) શાનદાર જીત મેળવી હતી. જ્યારે, એક બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર વિજય થયા હતા. પરંતુ, હવે માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામોને હાઇકોર્ટમાં (Gujarat High Court) પડકારવામાં આવતા ચર્ચાઓ વેગવંતી થઈ છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ચણાની રેકોર્ડબ્રેક આવક, જાણો કેટલા બોલાયા ભાવ?