AHMEDABAD: એરપોર્ટ ખાતે NCBની મોટી કાર્યવાહી, 2.121 કિલો હેરોઈન સાથે ફિલીપાઈન્સની મહિલાને ઝડપી
AHMEDABAD: અમદાવાદ એરપોર્ટ ખાતે NCB દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો NCBએ ફિલીપાઈન્સની મહિલાને 2.121 કિલો હેરોઈન ડ્રગ્ઝના જથ્થા સાથે AHMEDABAD ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી પાડી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 41 વર્ષીય મહિલા જીનાલીન પડીવાન લિમોનની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગત રાત્રીના ફિલીપાઈન્સની મહિલા હેરોઈનનો જથ્થો લઈને એરપોર્ટની બહાર આવી હતી.
મહિલાના સામાનની તપાસ કરતા તેમાંથી હેરોઈન ડ્રગ્ઝ મળી આવ્યું
તમને જણાવી દઈએ કે, NCBને મળેલી બાતમી આધારે મહિલાને કોર્ડન કરીને તેની પાસે રહેલા સામાનની તપાસ કરતા તેમાંથી હેરોઈન ડ્રગ્ઝ મળી આવ્યું હતું. મહિલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્ઝનો જથ્થો ગુજરાતમાં પહોચાડવાનો હતો. નોંધનીય છે કે, ફિલીપાઈન્સની મહિલાની ધરપકડ થતાની સાથે જ ઇન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયા સિન્ડીકેટની કમર તોડી પાડવામા નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોને સફળતા હાંસલ થઈ છે. દેશમાં ડ્રગ્ઝનું દુષણ ફેલાવવા માટે ઇન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયા ખુબ પ્રયત્ન કરી રહ્યું છે. જોકે તેની સામે NCB કડક પગલા પણ લઈ રહીં છે.
હેરોઈનનો જથ્થો પકડીને ઇન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયા સિન્ડીકેટની કમર ભાંગી
નોંધનીય છે કે, NCB દ્વારા અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં 2.121 કિલો હેરોઈનનો જથ્થો પકડીને ઇન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયા સિન્ડીકેટ પર મોટી કાર્યવાહી કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફિલિપાઈન્સ મહિલા 2.121 કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપાઈ છે. નોંધનીય છે કે, 41 વર્ષીય જીનાલીન પડીવાન લિમોનની ધરપકડ કરવામાં આવી છે. NCBએ બાતમીના આધારે મહિલાની તપાસ કરતા હેરોઈન મળી આવ્યું હતું. નોંધનીય છે કે, આવા માફિયાઓ સામે NCB કડક પગલા પણ લઈને કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે, NCB એ 2.121 કિલો હેરોઈન ડ્રગ્ઝ એક મહિલાની ધરપકડ કરી છે.