Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશની રક્ષાકાજે શહીદ થનારા વીર સપૂત મહિપાલ સિંહને મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. ખૂબ જ નાની વયે પોતાનો જીવ દેશની રક્ષા અર્થે આપી દેનાર આ જવાનની શહીદીથી આખું મોજીદડ...
દેશની રક્ષાકાજે શહીદ થનારા વીર સપૂત મહિપાલ સિંહને મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. ખૂબ જ નાની વયે પોતાનો જીવ દેશની રક્ષા અર્થે આપી દેનાર આ જવાનની શહીદીથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું છે અને પરિવારજનોની આંખોમાંથી આંસુઓ રોકાવાનું નામ નથી લઈ રહ્યા.

Advertisement

મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદી વહોરનારા વીર શહીદ મહિપાલસિંહ વાળાના આજે અમદાવાદામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાનો કાર્યક્રમ ટૂંકાવી વીર જવાનના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.

Advertisement

સાથે જ મુખ્યમંત્રી ટ્વીટ કરી જણાવ્યું કે, ભારતીય સેનાના વીર જવાન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. આજે અમદાવાદ ખાતે તેમના પાર્થિવ દેહને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને તેમના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી. દેશ અને દેશવાસીઓની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદને કૃતજ્ઞતાસહ વંદન.

રાજકિય સમ્માન સાથે અંતિમ વિદાય

મળતી જાણકારી અનુસાર, આજે બપોરે  તેમનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. ત્યારબાદ તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવશે. ત્યાંથી ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાન ગૃહ સુધી અંતિમયાત્રા નીકળશે. શહીદ વીર મહિપાલસિંહ વાળાનું રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ પણ આતંકવાદી હુમલામાં અમરાઈવાડી વિસ્તારના જવાન શહીદ થયા હતા. તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Advertisement

તમને જણાવી દઈએ કે, સૌથી દુઃખદ બાબત એ છે કે દેશની રક્ષા માટે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા છે.

કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું

તેમણે કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ દરમિયાન સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તે શહીદ થયા હતા.

હાલાનના ઊંચા શિખરો પર આતંકવાદીઓની હાજરી

તે જ સમયે, શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે એક ટ્વિટમાં કહ્યું કે કુલગામમાં ઓપરેશન હાલન દરમિયાન સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. ચિનાર કોર્પ્સે ટ્વિટ કર્યું – “ઓપરેશન હાલન, કુલગામ. 4 ઓગસ્ટ, 2023 ના રોજ, સુરક્ષા દળો દ્વારા કુલગામમાં હાલાનના ઊંચા શિખરો પર આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ છે.” વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.

Shahid Mahipalsinh Vala ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા CM ભુપેન્દ્રભાઈ પટેલ

Shahid Mahipalsinh Vala : શહીદ મહિપાલસિંહ વાળાને અપાયું ગાર્ડ ઓફ ઓનર

આ પણ વાંચો : Viral Video : IndiGo Flight ના AC માં ખામી, મુસાફરોને પરસેવો લૂછવા માટે ટિશ્યૂ પેપર આપ્યા

Tags :
Advertisement

.