ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : વકફ સંશોધન બિલ માટે રચાયેલ JCP આવતીકાલે ગુજરાતમાં, કરશે આ મહત્ત્વનું કામ!

વકફ સંશોધન બિલ માટે રચાયેલ JPC આવતીકાલે ગુજરાતમાં વકફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે JCP ની રચના કરાઈ ગુજરાત વકફ બોર્ડ અને ગુજરાત સરકાર JPC સમક્ષ પ્રઝેન્ટેશન કરશે JPC 21 લોકસભા અને 10 રાજ્યસભાનાં સાંસદોનો સમાવેશ Ahmedabad : વકફ સંશોધન...
08:22 PM Sep 26, 2024 IST | Vipul Sen
  1. વકફ સંશોધન બિલ માટે રચાયેલ JPC આવતીકાલે ગુજરાતમાં
  2. વકફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે JCP ની રચના કરાઈ
  3. ગુજરાત વકફ બોર્ડ અને ગુજરાત સરકાર JPC સમક્ષ પ્રઝેન્ટેશન કરશે
  4. JPC 21 લોકસભા અને 10 રાજ્યસભાનાં સાંસદોનો સમાવેશ

Ahmedabad : વકફ સંશોધન બિલને (Waqf Amendment Bill) લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વકફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે ગઠિત કરવામાં આવેલ સંયુક્ત સંસદીય સમિતિ (JCP) આવતીકાલે ગુજરાત આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને ગુજરાત સરકાર JPC સમક્ષ પ્રઝેન્ટેશન કરશે.

આ પણ વાંચો - Gujarat Politics : ફરી એકવાર શંકરસિંહ 'બાપુ' વધારશે BJP અને Congress નું 'Tension' !

આવતીકાલે JPC ગુજરાત આવશે

ઉલ્લેખનીય છે કે લોકસભામાં 8 ઓગસ્ટ, 2024 નાં રોજ વકફ નિયમોમાં ફેરફાર માટે બિલ રજૂ કરાયું હતું, જેનો કેટલાક મુસ્લિમ નેતાઓ અને વિપક્ષી નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ બિલ ચર્ચા કર્યા વિના રજૂ કરવામાં આવ્યું છે. જો કે, ત્યાર બાદ આ વકફ સંશોધન બિલની (Waqf Amendment Bill) અનિવાર્યતા અંગે JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. આ Joint Parliamentary Committee ની ટીમ આવતીકાલે ગુજરાત આવવાની છે.

આ પણ વાંચો - Bilkis Bano case : ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, રિવ્યુ પિટિશન ફગાવી...

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને ગુજરાત સરકાર પ્રઝેન્ટેશન કરશે

પ્રાપ્ત માહિતી મુજબ, સંયુક્ત સંસદીય સમિતિની ટીમ આવતીકાલે અમદાવાદમાં (Ahmedabad) એક બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ (Gujarat State Wakf Board) અને ગુજરાત સરકાર (Gujarat Government) JPC સમક્ષ પ્રઝેન્ટેશન કરશે. જણાવી દઈએ કે, વકફ સંશોધન બિલ માટે કુલ 31 સાંસદોની સંયુક્ત સંસદીય સમિતિની (JCP) રચના કરવામાં આવી છે. આ JPC માં 21 લોકસભાનાં અને 10 રાજ્યસભાનાં સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Pavagadh : નવરાત્રિ બંદોબસ્તની ચેકિંગ માટે આવેલા S.R.P PI નું શંકાસ્પદ મોત, અનેક રહસ્ય

Tags :
AhmedabadGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarat State Wakf BoardGujarati NewsJCPJoint Parliamentary CommitteeLatest Gujarati Newslok-sabhaWaqf Amendment BillWaqf Research Bill
Next Article
Home Shorts Stories Videos