Ahmedabad: ત્રણ ઈલેક્ટ્રીક BRTS બસમાં લાગી આગ, વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં બની ઘટના
Ahmedabad: અમદાવાદમાં મોડી રાત્રે ધોરમાર વરસાદ થયો છે. આ દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આ દરમિયાન એક આગની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની ઈલેક્ટ્રીક BRTS બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગતરાત્રે ત્રણ ઈલેક્ટ્રીક બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો પ્રમાણે ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિક બસમાં આગ લાગી હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં આ ઘટના બની છે. નોંધનીય છે કે, બસ ડેપોમાં પાર્ક હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ત્રણેય બસો આગના કારણે બળીને ખાખ
શહેરમાં એક બાજૂ વરસાદ તો બીજી બાજૂ બસમાં આગની ઘટના સામે આવી હતી. ગત રાત્રીએ શહેરમાં ધોરમાર વરસાદ થયો છે. નોંધનીય છે કે, વરસાદને લઈને લોકો ભારે ગરમીથી રાહત મળી છે. પરંતુ આ દરમિયાન વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં પાર્ક ઇલેક્ટ્રિક બસમાં આગની ઘટના બની હતી. જો કે, આ ઘટનાને પગલો કઈ જાનહાની થયાની વિગતો સામે નથી આવી પરંતુ હા ત્રણેય બસો આગના કારણે બળીને ખાખ થઈ ગઈ છે. નોંધનીય છે કે, આગને પગલે તંત્ર દ્વારા મોડી રાત્રે જ આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આગ શા કારણે લાગી તેને લઈને પણ અત્યારે તપાસ કરવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, આગના કારણે કોઈ જાનહાની નથી થઈ કારણે કે રાત્રીના સમયે આગ લાગી હતી. આ દરમિયાન ઇલેક્ટ્રિક બસમાં વસ્ત્રાલના જાડેશ્વાર ડેપોમાં પાર્ક કરેલી હતી. આગને કારણે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.