Ahmedabad : વાહન ચાલકો ખાસ જાણી લેજો ટ્રાફિકનો આ નિયમ, ચાર રસ્તા પર કરાઇ રહ્યું છે બોક્સ માર્કિંગ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા અનેક પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સ્થિતિ ત્યાની ત્યાં જ્રહે છે. ત્યારે હાલમાં એક નવો નુસખો અપનાવવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે કોર્પોરેશન હોય કે પછી ટ્રાફિક વિભાગ હોય સતત પ્રયાસ કરતું હોય છે. ત્યારે ટ્રાફિક જામ ધરાવતા જંકશન પર સમસ્યા હળવી કરવા અમદાવાદમાં વિદેશની જેમ બોક્સ માર્કિંગ બનાવવામાં આવ્યા છે.
બોક્સ જંકશન કેવી રીતે કામ કરે છે
બોક્સ જંકશનમાં ચાર રસ્તા પર પીળા કલરના બોક્સ પેટર્ન બનાવાય છે. જે બોક્સ જંકશન પર કોઈપણ વ્યક્તિ ઊભો નહીં રહી શકે. એટલે કે બોક્સ જંકશન પર ઉભા રહેવા પર પ્રતિબંધ રહેશે. તો જંકશનના ચારે રસ્તા આવરી લેવાય તે રીતે બોક્સ માર્કિંગ બનાવાય છે. જ્યાં ચાર રસ્તા ઉપર વાહનો સરળતાથી પસાર થઈ શકે. તેમજ જ્યારે સિગ્નલ બંધ થવા આવે ત્યારે વાહન ચાલક સિગ્નલ સુધી ઉભો ન રહે અને આગળ વધે તો તે બોક્સ જંકશન પર પણ ઉભો નહીં રહી શકે અને તેને પસાર થવું પડશે.
ગ્રીન સિગ્નલ હશે તો પણ બોક્સ જંકશન પર ઊભા નહીં રહી શકાય અને પસાર થવું પડશે. એટલે કે જે વાહન ચાલકો સ્ટોપ લાઇન પાલન કરતા ન હતા તેઓએ હવે સ્ટોપ લાઈનની અંદર જ ઉભા રહેવું પડશે. જેનો મતલબ એ થાય છે કે સ્ટોપ લાઈન તોડીને આગળ વધનારા વાહન ચાલકો પર અંકુશ લાવવાનો આ પ્રયાસ છે. ટ્રાફિક જંકશન પર ટ્રાફિક નિયમ કરવાનો આ પ્રયાસ છે.
ક્યા ક્યા જંકશન પર બનશે બોક્સ માર્કિંગ
મળતી માહિતી પ્રમાણે હાલ તંત્ર દ્વારા આરટીઓ સર્કલ, ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા, ઘેવર સર્કલ, રક્ષા શક્તિ સર્કલ, નમસ્તે સર્કલ, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન કતાર, મેમકો, રામેશ્વર, શાહઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઈ ટાવર, એનએફડી, પ્રહલાદ નગર, મકરબા, મેરીગોલ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ, ખોડીયાર મંદિર અને વિરાટનગર સર્કલ પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar : USA ના સેક્રેટરી ઓફ ટ્રેઝરી અને વર્લ્ડ બેન્કના પ્રમુખ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે