Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 દેશી તમંચા અને 18 કારતૂસ સાથે 6 આરોપીની કરી ધરપકડ

આમ તો ગુનેગાર ગુનાને અંજામ આપે ત્યારબાદ જ પોલીસ તેની સામે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી ઘટના બને તે પહેલા જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના પાલડી વિસ્તારમાંથી છ આરોપીઓની...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 દેશી તમંચા અને 18 કારતૂસ સાથે 6 આરોપીની કરી ધરપકડ

આમ તો ગુનેગાર ગુનાને અંજામ આપે ત્યારબાદ જ પોલીસ તેની સામે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી ઘટના બને તે પહેલા જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે.

Advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના પાલડી વિસ્તારમાંથી છ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં  સોનાની દુકાનમાં લૂંટ કરવા માટે આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતાની સાથે ત્રણ દેશી તમંચા અને 18 જીવતા કારતૂસ સાથે સાથે લોકર અને શટર તોડવા માટેના હથિયારો સાથે પાલડી નજીકથી આરોપીઓની ધરપકડ કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Advertisement

અમદાવાદથી ઝડપાયેલ આ આરોપીઓ સામે UP માં 100 કરતાં વધારે ગુનાઓ

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચેતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓ છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર પ્રદેશથી બસ મારફતે અમદાવાદ આવ્યા હતા. અને ત્યારબાદથી તેઓ શહેરના અલગ અલગ વિસ્તાર જેમાં શ્યામલ શિવરંજની અને ઇસ્કોનની આસપાસ આવેલી જ્વેલર્સની દુકાન માં રેકી કરતા હતા. ઉત્તર પ્રદેશમાં આ તમામ આરોપીઓ સામે 100 કરતાં વધારે ગુનાઓ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં હાલતો તમામ પોલીસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંદર બંદોબસ્તની વ્યવસ્થામાં લાગી ચૂકી છે ત્યારે એ ઘટનાનો લાભ લેવા માટે આ તમામ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. આ ગેંગના છ સભ્યોમાંથી ચાર સભ્યો સામે અનેક ગુનાઓ નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે. સાહિદ અલી પઠાણ, રાજેન્દ્રરસિંગ જાટવ, લેખરાજ યાદવ, સત્યરામ યાદવ, લેખરાજ સોનાપાલ યાદવ અને રવિ અલવી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાર આરોપીઓ અગાઉ ઉત્તર પ્રદેશની અંદર લૂંટ ધાડ અને અનેક ગેંગોના સભ્યો પણ રહી ચૂક્યા છે. જ્યારે બે સભ્યો આ લૂંટને અંજાર માપવા માટે પહેલી વાર આવ્યા હતા.

Advertisement

આરોપીઓનો છે ગુનાહિત ઇતિહાસ

સાહિદ અલી પઠાણ સામે 16 ગુનાઓરાજેન્દ્રરસિંગ જાટવ સામે 7 ગુનાઓલેખરાજ યાદવ સામે 16 ગુનાઓસત્યરામ યાદવ સામે 8 ગુનાઓ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા સાહિદ અલી પઠાણ અને લેખરાજ યાદવ સામે ઉત્તર પ્રદેશમાં 16-16 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમાં લૂંટ, ધાડ અને ગેંગસ્ટર સહિતની કલમો લાગી ચૂકી છે.

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા તમામ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ સાથે ગુજરાતના અમદાવાદ શહેરને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું તે દિશાની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવશે, અને અમદાવાદ ટાર્ગેટ નક્કી કરવા પાછળ કોઈ હેતુ અથવા તો અમદાવાદના કોઈ વ્યક્તિની હકીકતમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.

અહેવાલ - પ્રદીપ કચિયા 

આ પણ વાંચો -- Anand માં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,ત્રણ લોકોના મોત

Tags :
Advertisement

.