Donald Trump ની ભીષ્મ પ્રતિજ્ઞા, હું હિંદુઓને ધર્મવિરોધી એજન્ડાથી બચાવીશ
- પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુ અમેરિકનો માટે મહત્વની વાત કહી
- તેમણે હિંદુ અમેરિકનોના હિતોનું રક્ષણ કરવાની વાત કરી
- કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મવિરોધી એજન્ડાથી બચાવવાની પ્રતિજ્ઞા લીધી
- તેમણે પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા
- 'બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિ'
- દિવાળીની શુભકામના પાઠવી
Donald Trump : અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હિન્દુ અમેરિકનો માટે મહત્વની વાત કહી છે. તેમણે હિંદુ અમેરિકનોના હિતોનું રક્ષણ કરવા અને તેમને કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મવિરોધી એજન્ડાથી બચાવવાની પ્રતિજ્ઞા લીધી છે.
તેમણે પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા
ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસમાં ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાગીદારી વધારવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને તેમણે કહ્યું કે અમે હિદું અમેરિકીઓને કટ્ટરપંથીઓના ધર્મ વિરોધી એજન્ડાથી પણ બચાવીશું. અમે આપની આઝાદી માટે લડીશું. મારા પ્રશાસનમાં અમે ભારત અને મારા સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મહાન ભાગીદારીને પણ મજબૂત કરીશું
'બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિ'
પૂર્વ રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી જૂથો સામેની હિંસાની પણ નિંદા કરી હતી. તેમણે કહ્યું, "હું બાંગ્લાદેશમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલી બર્બર હિંસાની સખત નિંદા કરું છું. ત્યાંના લઘુમતીઓ પર ટોળા દ્વારા હુમલો અને લૂંટ કરવામાં આવી રહી છે, જે સંપૂર્ણ અરાજકતાની સ્થિતિ છે."
આ પણ વાંચો----Donald Trump એ PM મોદીના વખાણ કર્યા અને તેમને 'શ્રેષ્ઠ વ્યક્તિ'અને તે મારા મિત્ર છે'
I strongly condemn the barbaric violence against Hindus, Christians, and other minorities who are getting attacked and looted by mobs in Bangladesh, which remains in a total state of chaos.
It would have never happened on my watch. Kamala and Joe have ignored Hindus across the…
— Donald J. Trump (@realDonaldTrump) October 31, 2024
બિડેન પર હિન્દુઓની અવગણના કરવાનો આરોપ
ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બિડેન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પણ ટીકા કરતા કહ્યું કે તેઓએ વૈશ્વિક સ્તરે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં હિન્દુઓની અવગણના કરી છે. તેમણે કહ્યું, "મારા કાર્યકાળ દરમિયાન આવું ક્યારેય બન્યું ન હોત. કમલા અને જો બિડેને વિશ્વભરમાં અને અમેરિકામાં હિંદુઓની અવગણના કરી છે. તેઓ ઇઝરાયલથી યુક્રેન અને આપણી પોતાની દક્ષિણ સરહદ સુધી ફ્લોપ થયા છે અને દેશ માટે આપત્તિ સાબિત થયા છે. પરંતુ અમે અમેરિકાને ફરી મજબૂત બનાવીશું અને તાકાત દ્વારા શાંતિ પાછી લાવીશું."
કમલા હેરિસને આર્થિક નીતિઓ પર ઘેર્યા
ટ્રમ્પે આર્થિક નીતિઓ સહિત અન્ય મુદ્દાઓ પર પણ કમલા હેરિસની ટીકા કરી હતી. તેમણે કહ્યું, કે કમલા હેરિસ તમારા નાના વ્યવસાયોને વધુ નિયમો અને ઉચ્ચ કર સાથે નષ્ટ કરશે. તેનાથી વિપરીત, મેં મારા છેલ્લા કાર્યકાળમાં ટેક્સમાં ઘટાડો કર્યો, નિયમો હળવા કર્યા, અમેરિકન ઊર્જા મુક્ત કરી અને ઇતિહાસમાં સૌથી મહાન અર્થતંત્રનું નિર્માણ કર્યું. અમે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું."
દિવાળીની શુભકામના પાઠવી
તેમણે હિંદુઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું, કે દરેકને દિવાળીની શુભકામનાઓ. હું આશા રાખું છું કે પ્રકાશનો તહેવાર અનિષ્ટ પર સારાઇની જીત તરફ દોરી જાય.
આ પણ વાંચો----અમેરિકાની ચૂંટણી જીતવા Donald Trump નો અનોખો અંદાજ, સમર્થકો માટે બનાવી French Fries