Agra - Lucknow Expressway : લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે આજથી 10 દિવસ માટે બંધ રહેશે, જાણો શું છે કારણ...
ભારતીય વાયુસેનાના ગગન શક્તિ અભિયાનને કારણે, આગ્રા લખનૌ એક્સપ્રેસ વે (Agra - Lucknow Expressway) પર ટ્રાફિક સેવા 2 થી 11 એપ્રિલ સુધી બંધ રહેશે. જો તમે પણ આ એક્સપ્રેસ વે (Agra - Lucknow Expressway) પરથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો ચિંતાની કોઈ વાત નથી, આ માટે ડાયવર્ઝન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી 11 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યા સુધી આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે (Agra - Lucknow Expressway)નો 3.5 કિલોમીટરનો રસ્તો બંધ રહેશે. તમામ વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવશે. વર્ષ 2016માં પ્રથમ વખત ભારતીય વાયુસેનાએ 6 ફાઈટર એરક્રાફ્ટ ઉતાર્યા હતા જેમાં સુખોઈ-30 એમકે, મિરાજ-2000 સામેલ હતા. આ પછી ઓક્ટોબર 2017માં બીજી વખત પ્લેન લેન્ડ કરવામાં આવ્યા હતા.
એક્સપ્રેસ વે માત્ર 3.5 કિમી વિસ્તારમાં જ બ્લોક કરવામાં આવશે...
આગરા લખનૌ એક્સપ્રેસ વે (Agra - Lucknow Expressway) બાંગરમાઉ અને ઉન્નાવ એરસ્ટ્રીપ વચ્ચે માત્ર 3.5 કિલોમીટર માટે જ બંધ રહેશે. ત્રીજી વખત, જગુઆર, સુખોઈ, મિરાજ-2000 એરક્રાફ્ટ 6-7 એપ્રિલે ફાઈટર પ્લેનના રિહર્સલ માટે અહીં ઉતરશે. એક્સપ્રેસ વે પર દોડતા વાહનોને સર્વિસ રોડ પરથી લઈ જવામાં આવશે.
એક્સપ્રેસ વેની બંને તરફ બેરિકેડિંગ કરવામાં આવશે...
સાડા ત્રણ કિલોમીટરના રનવે વચ્ચે બેરિકેડીંગ કરવામાં આવશે. જેના કારણે એક્સપ્રેસ વે (Agra - Lucknow Expressway) પર મુસાફરી કરતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. વાહનોને ખાલી કરવા માટે રૂટનું ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી પહેલા 2 એપ્રિલથી 5 એપ્રિલની વચ્ચે એરસ્ટ્રીપ વિસ્તારને પાણીથી સાફ કરવામાં આવશે. આ પછી, પ્રેશર મશીનથી ધૂળ દૂર કરવાનું અને એરસ્ટ્રીપ પર માર્કિંગ કરવાનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત રનવેની બંને બાજુ બેરિકેડીંગ કરવામાં આવશે.
આ પણ વાંચો : Arvind Kejriwal : 14 ફૂટની બેરેક, 1 ટીવી, 3 પુસ્તકો, CM કેજરીવાલની તિહાર જેલમાં પહેલી રાત….
આ પણ વાંચો : BJP : વરુણ ગાંધીની ટિકિટ કપાવા પર માતા મેનકા ગાંધીનું આવ્યું પ્રથમ રિએક્શન, જાણો BJP વિશે શું કહ્યું…
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી માહોલ વચ્ચે મુખ્યમંત્રીની PM મોદી સાથે મુલાકાત