Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ કરી એવી હરકત, વીડિયો જોયા બાદ તેને પણ આવતી હશે શરમ

લોર્ડ્સમાં હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝ 2023 ની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ તોના રોમાંચ સાથે આગળ વધી રહી છે. મેચમાં જ્યા ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની...
ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ કરી એવી હરકત  વીડિયો જોયા બાદ તેને પણ આવતી હશે શરમ

લોર્ડ્સમાં હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝ 2023 ની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ તોના રોમાંચ સાથે આગળ વધી રહી છે. મેચમાં જ્યા ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી દીધા છે. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 325 રને ઓલ આઉટ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, મેચના પહેલા દિવસે એક એવી ઘટના બની કે જેનો વીડિયો સામે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાનો એક ખેલાડી ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે.

Advertisement

ઓસ્ટ્રેલિયાના ખેલાડીની ગંદી હરકત

ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં રમી રહી હોય અને કોઇ વિવાદ ન થાય તેવું કેવી રીતે બની શકે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીનો એક ગંદી હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ખેલાડીનું નામ Marnus Labuschagne છે. જણાવી દઇએ કે, મેચના પહેલા દિવસે, જ્યારે તે બેટિંગ માટે ક્રિઝ પર હતો, ત્યારે બ્રેક દરમિયાન તેના મોંઢામાંથી ચ્યુઇંગ ગમ નીકળી ગઈ હતી, ત્યારબાદ તેણે ચ્યુઇંગ ગમ ઉપાડીને ફરીથી મોંઢામાં નાખી. તેનું આ કૃત્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું અને તેના માટે તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. માર્નસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેર કર્યો છે. લાબુશેન આ વખતે ઈંગ્લેન્ડ માટે કોઈ ખાસ ઈનિંગ્સ રમી શક્યો નથી. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત સામે 26 અને 41 રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી, તેણે એશિઝ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ ઇનિંગ્સમાં 0,13 અને 47 રનનું યોગદાન આપ્યું છે. અત્યારે ભલે તેની બેટિંગની બહુ ચર્ચા થતી ન હોય, પરંતુ બેટિંગ કે ફિલ્ડિંગની આસપાસ તેની ક્રિયાઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

Advertisement

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનની મજાક ઉડાવી

Advertisement

આ પછી માર્નસ લાબુશેન (Marnus Labushen) ની પણ ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા (Social Media) પર કોઈએ તેને પર્યાવરણનો રક્ષક અને પાર્ટ ટાઈમ ક્રિકેટર કહ્યો. વળી, કોઈએ કહ્યું કે તે ખોરાક અને મોંઘા ચ્યુઇંગ ગમનો બગાડ કરવા માંગતો નથી. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં ઓસ્ટ્રેલિયન ટીમની તસવીરો પણ શેર કરી હતી જેમાં 2021 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ખેલાડીઓ પોતાના જૂતામાં બીયર પીતા જોવા મળ્યા હતા.

Ashes સિરીઝની બીજી મેચની કેવી છે સ્થિતિ?

2023 એશિઝની શરૂઆત પહેલા ટેસ્ટ બેટ્સમેન માટે ICC રેન્કિંગમાં ટોચ પર રહેલો માર્નસ હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં લાબુશેને 47 રન બનાવ્યા હતા. તેણે 93 બોલમાં 7 ચોક્કાની મદદથી આ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. જો મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા જેમાં ડેવિડ વોર્નરે 66 રન બનાવ્યા હતા જ્યારે ટ્રેવિસ હેડે પણ 77 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસની રમત પૂરી થવા સુધી 278 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે 98 રનની ઇનિંગ રમી હતી, જ્યારે જેક ક્રોલી 48 રન બનાવીને આઉટ થયો હતો. ઓલી પોપ 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વળી ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની પૂરી ટીમ 325 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

આ પણ વાંચો - યુનિવર્સલ બોસે કરી ભવિષ્યવાણી, આ 3 ટીમો ક્રિકેટનું લાવી શકે છે THE END

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.