રિંકુ સિંહની તે 5 સિક્સર બાદ યશ દયાલની બગડી તબિયત, લગભગ 7-8 કિલો વજન ઘટ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આ સિઝનમાં KKR ના ખેલાડી રિંકુ સિંહે ગુજરાત ટાઈટન્સ (GT) સામે એક શાનદાર ઈનિંગ્સ રમી સૌ કોઇને તેની ચર્ચા કરવા મજબૂર કરી દીધા છે. જ્યા એક તરફ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં અંતિમ ઓવરમાં 5 સિક્સર ફટકારી રિંકુ સિંહ હીરો બની ગયો છે તો બીજી તરફ અંતિમ ઓવર નાખનાર GT નો બોલર યશ દયાલ ઝીરો બની ગયો છે. રિંકુ સિંહ દ્વારા ફટકારવામાં આવેલી સિક્સરોને યશ દયાલ ભાગ્યે જ ભૂલી શકશે. આનાથી યશ દયાલને ભારે આઘાત લાગ્યો છે.
રિંકુ બન્યો રાતોરાત સ્ટાર, તો શું યશ દયાલની કારકિર્દી ખતમ?
IPL 2023માં દરરોજ એકથી વધુ રોમાંચક મેચ જોવા મળી રહી છે. પરંતુ આ સિઝનની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ 9મી એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં KKR ના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહની તોફાની ઈનિંગ્સને ભાગ્યે જ કોઈ ભૂલી શકશે. આ મેચમાં રિંકુએ ગુજરાતના બોલર યશ દયાલની ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને KKRને અવિશ્વસનીય જીત અપાવી હતી. આ જીતના કારણે જ્યા રિંકુ સિંહ રાતોરાત સ્ટાર બની ગયો તો બીજી તરફ અંતિમ ઓવર ફેંકનાર યશ દયાલ ઝીરો બની ગયો છે. આટલું જ નહીં તે મેચ બાદથી જોવા પણ મળ્યો નથી. મુંબઈ સામે ગુજરાતની જીત પછી, જ્યારે કેપ્ટન પંડ્યાને પૂછવામાં આવ્યું કે શું KKR સામેની એક ખરાબ ઓવરથી યશ દયાલની IPL કારકિર્દી ખતમ થઈ ગઈ? આ અંગે પંડ્યાએ જણાવ્યું કે યશ દયાલ હાલમાં બીમાર છે. તેના વજનમાં પણ 8 થી 9 કિલોનો ઘટાડો થયો છે.
"Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX
— JioCinema (@JioCinema) April 9, 2023
છેલ્લા 10 દિવસથી યશની તબિયત ખરાબ છે : પંડ્યા
વળી, રિંકુ સિંહના 5 સિક્સર ખાધા પછી, યશ દયાલની તબિયત ખરાબ થઈ રહી છે અને બીજી તરફ તેનું વજન લગભગ 7-8 કિલો ઘટી ગયું છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં તે મેચ બાદ યશ હજુ સુધી ગુજરાતના પ્લેઈંગ 11 માં જોવા મળ્યો નથી. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે હાર્દિકે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, 'તે છેલ્લા 10 દિવસથી બીમાર છે. તેના વજનમાં પણ 7 થી 8 કિલોનો ઘટાડો થયો છે. હાલમાં તેની હાલત મેદાનમાં આવવા યોગ્ય નથી. પરંતુ તે સખત મહેનત કરી રહ્યો છે અને ટૂંક સમયમાં જોવા મળશે. દયાલે ગયા વર્ષે ગુજરાત માટે 9 મેચમાં 11 વિકેટ લીધી હતી. જોકે, દયાલ આ સિઝનમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તે અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો છે અને તેણે 15.83ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે.
રિંકુએ છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી
જણાવી દઈએ કે IPL 2023ની 13મી મેચમાં ગુજરાતે 4 વિકેટે 204 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં ઉમેશ યાદવે પ્રથમ બોલ પર એક રન લઈને રિંકુ સિંહને સ્ટ્રાઈક આપી હતી. રિંકુએ યશ દયાલની ઓવરના છેલ્લા પાંચ બોલમાં સતત પાંચ છગ્ગા ફટકારીને હારી ગયેલી રમત જીતી લીધી હતી અને રાતોરાત સ્ટાર બની ગયો હતો.
આ પણ વાંચો – IPL 2023 PLAYOFF SCENARIO: 7 મેચ પૂર્ણ, 7 બાકી, 10 ટીમો માટે પ્લેઓફનો રસ્તો કેવો?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ