Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ BCCI એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયા (Team India) એ ધર્મશાલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રનથી હરાવી શ્રેણીને 4-1 થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત બાદ BCCI તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ...
ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ bcci એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયા (Team India) એ ધર્મશાલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રનથી હરાવી શ્રેણીને 4-1 થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત બાદ BCCI તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ભારતીય ટેસ્ટ ટીમ માટે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, હવે ટેસ્ટ ક્રિકેટ રમનારા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત પણ પૈસા મળશે.જય શાહ દ્વારા એક પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે, જેને 'Test Cricket Incentive Scheme' નામ આપવામાં આવ્યું છે.

Advertisement

ખેલાડીઓને મળશે Incentive

આ યોજનાની જાહેરાત કરતા, BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર પર લખ્યું, "મને મેન્સ ટીમ માટે 'Test Cricket Incentive Scheme'ની જાહેરાત કરતા આનંદ થાય છે. તેનો ઉદ્દેશ્ય અમારા ખેલાડીઓને નાણાકીય વૃદ્ધિ અને સ્થિરતા પ્રદાન કરવાનો છે. 'Test Cricket Incentive Scheme' 2022-23 સીઝનથી માન્ય રહેશે અને ટેસ્ટ મેચો માટે 15 લાખ રૂપિયાની હાલની મેચ ફીની ટોચ પર વધારાના પુરસ્કાર માળખા તરીકે કામ કરશે." જય શાહે કહ્યું છે કે, ટેસ્ટ મેચ ફી 15 લાખ રૂપિયા છે, પરંતુ જે ખેલાડીઓ એક સિઝનમાં 75 ટકાથી વધુ મેચ રમશે (પ્લેઈંગ ઈલેવનમાં) તેમને મેચ દીઠ 45 લાખ રૂપિયા મળશે, જ્યારે ટીમનો મેમ્બર્સ રહેલા ખેલાડીને પ્રતિ મેચ રૂ. 22.5 લાખ મળશે. વળી, જે ખેલાડી સિઝનમાં 50 ટકા એટલે કે લગભગ 5 કે 6 મેચ રમે છે તેને પ્રતિ મેચ 30 લાખ રૂપિયા મળશે. ઉપરાંત, પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેનાર ખેલાડીને પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળશે. આ સિવાય, જો કોઈ ખેલાડી 50 ટકા મેચો રમે છે (સિઝનમાં 9 ટેસ્ટ હોય છે અને તેમાંથી 4 કે તેથી ઓછી મેચ રમાય છે) તો તેને કોઈ પ્રોત્સાહન મળશે નહીં. માત્ર મેચ ફી 15 લાખ રૂપિયા પ્રતિ મેચ મળશે.

Advertisement

BCCI એ કેમ લીધો આ નિર્ણય ?

અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક રેડ બોલ ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટને મહત્વ નહોતા આપતા, કારણ કે તેમને IPLમાં માત્ર બે મહિના રમવાના 10 થી 15 કરોડ રૂપિયા મળતા હતા. જોકે, BCCIએ હવે અહીં પણ પૈસા વધાર્યા છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની રુચિ વધશે કારણ કે અહીં પણ ખેલાડીઓ હવે વર્ષમાં 8 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. BCCI દ્વારા ખેલાડીઓ માટે 'Test Cricket Incentive Scheme' લાવવા પાછળ એક મોટું કારણ છે. તાજેતરમાં જ એવું જોવા મળ્યું હતું કે, કેટલાક ખેલાડીઓ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટની અવગણના કરી રહ્યા છે. તેમણે પોતાને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ અનુપલબ્ધ કરી દીધા અને IPL ની તૈયારીઓ શરૂ કરી દીધી. જો રિપોર્ટ્સનું માનીએ તો BCCI ટૂંક સમયમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની મેચ ફીમાં વધારો કરી શકે છે. જેથી મોટા ખેલાડીઓ ઘરેલુ ટુર્નામેન્ટની અવગણના ન કરે અને તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે.

BCCI's Central Contract (ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024) :

Grade A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

Advertisement

Grade A: આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

Grade B: સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

Grade C: રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર.

આ પણ વાંચો - IND vs ENG : ભારતે ધર્મશાળા ટેસ્ટમાં મેળવી જીત, ત્રીજા દિવસે જ ઈંગ્લેન્ડને હરાવ્યું

આ પણ વાંચો - શું MS Dhoni નહીં રમે IPL 2024 માં ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

આ પણ વાંચો - India vs England 5th Test : પ્રથમ દિવસ ભારતના નામે, અશ્વિન-કુલદીપ બાદ રોહિત-યશસ્વીએ મચાવ્યું ગદર

Tags :
Advertisement

.