Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Taiwan માં ભૂકંપ બાદ ખોવાયેલા ભારતીયો સાથે થયો સંપર્ક, વિદેશ મંત્રાલયે આપી મહત્વની જાણકારી...

તાઈવાન (Taiwan)માં 3 એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ બચાવકર્મીઓ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. તાઈવાન (Taiwan)માં બુધવારે આવેલા ભૂકંપને છેલ્લા 25 વર્ષમાં સૌથી...
taiwan માં ભૂકંપ બાદ ખોવાયેલા ભારતીયો સાથે થયો સંપર્ક  વિદેશ મંત્રાલયે આપી મહત્વની જાણકારી

તાઈવાન (Taiwan)માં 3 એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ બચાવકર્મીઓ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. તાઈવાન (Taiwan)માં બુધવારે આવેલા ભૂકંપને છેલ્લા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. આમાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. ઘણી જગ્યાએથી પત્થરો લપસી જવાના અને ખાણો ધસી પડવાના પણ અહેવાલ છે. બચાવકર્મીઓ ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા લોકોને શોધી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, બે ભારતીયો સહિત ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. જોકે બંને ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

Advertisement

ભારતીયો સુરક્ષિત છે...

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "અમે ભૂકંપ પછી બંને લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી શક્યા નથી, પરંતુ હવે અમે સંપર્ક સ્થાપિત કર્યો છે, બંને સુરક્ષિત છે." ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાઈવાન (Taiwan)ના ભૂકંપ પ્રભાવિત લોકો સાથે એકતા વ્યક્ત કરી હતી. તાઈવાન (Taiwan)ના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને પણ 'પડકારભર્યા સમયમાં' તેમના સમર્થન માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

Advertisement

'સમર્થન માટે આભારી'...

રાષ્ટ્રપતિ સાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું હતું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમે આ પડકારજનક સમયમાં તમારા દયાળુ શબ્દો અને સમર્થન માટે ખૂબ આભારી છીએ. "તમારા દ્વારા દર્શાવવામાં આવેલી એકતાનો અર્થ તાઇવાનના લોકો માટે ઘણો છે કારણ કે આપણે બધા પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ઝડપથી કામ કરીએ છીએ."

Advertisement

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો...

પીએમ મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, "તાઈવાન (Taiwan)માં ભૂકંપના કારણે લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ છે અને અમે ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ." તેમણે કહ્યું, "અમે તાઈવાન (Taiwan)ના લોકો સાથે ઊભા છીએ કારણ કે તેઓ ભૂકંપ પછીની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને તેમાંથી સાજા થવાનો પ્રયાસ કરી રહ્યા છે. .

India Taipei Association ને પણ શોક વ્યક્ત કર્યો હતો...

India Taipei Association ને પણ ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતે 1995 માં તાઈપેઈમાં 'India Taipei Association'ની સ્થાપના બંને પક્ષો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવા અને વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરી હતી. ઈન્ડિયા-તાઈપેઈ એસોસિએશન તમામ કોન્સ્યુલર અને પાસપોર્ટ સેવાઓ પ્રદાન કરવા માટે અધિકૃત છે. 1995 માં જ તાઈવાને (Taiwan) દિલ્હીમાં તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરની પણ સ્થાપના કરી હતી.

આ પણ વાંચો : Taiwan : ભયાનક ભૂકંપ વચ્ચે આ ત્રણ નર્સોએ શું કર્યું કે…..!

આ પણ વાંચો : Japan 72 Seasons: જાપાનમાં ઈ. સ. 1873 થી 4 અને 6 નહીં, 72 ઋતુઓ માણવામાં આવે છે

આ પણ વાંચો : Indian Economy: ભારતના વિકાસ પર વિશ્વ બેંકની મહોર, ભારતીય અર્થવ્યવસ્થાના કર્યા ભરપૂર વખાણ

Tags :
Advertisement

.