22 લોકોના મોત પછી કેન્યા સરકારને આવી અક્કલ, પરત ખેંચ્યો આ કાયદો
કેન્યા (Kenya) માં સ્થિતિ બદથી બત્તર જોવા મળી રહી છે. જનતા પર વધુ ટેક્સ લાદી સરકારે વિરોધ (Protest) નું વંટોળ શરૂ કર્યું હતું. આ કાળા કાયદાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર સામે બળવો શરૂ કરી દીધો હતો. વિરોધીઓએ સંસદમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં 22 લોકોના મોત પણ થયા હતા. થોડી જ વારમાં વિરોધ એટલો ઉગ્ર બની ગયો કે કેન્યાની સરકારે જનતા સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું. હવે સરકારે ટેક્સ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે.
સરકારે ટેક્સ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી
નવા ફાયનાન્સ બિલને લઈને કેન્યામાં શરૂ થયેલો વિરોધ સતત વધી રહ્યો છે. કેન્યાના લોકો વિદ્રોહી બની ગયા છે. કેન્યાની સરકારે નવા ફાયનાન્સ બિલમાં અનેક પ્રકારના ટેક્સમાં વધારો કર્યો છે. જેના કારણે કેન્યામાં તેની સામે હોબાળો વધી રહ્યો છે. ટેક્સનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ તમામ ટેક્સ લોકોના રોજિંદા ખર્ચાઓ પર બોજ વધારશે. આ બિલમાં ઘણી આવશ્યક ચીજવસ્તુઓ પર ભારે ટેક્સનો પ્રસ્તાવ છે, જેમાં બ્રેડ પર 16 ટકા ટેક્સ અને મોટર વાહનો પર 2.5 ટકાનો નવો વેટ સામેલ છે. વિરોધીઓએ સંસદમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં 22 લોકોના મોત પણ થયા હતા. થોડી જ વારમાં વિરોધ એટલો ઉગ્ર બની ગયો કે કેન્યાની સરકારે જનતા સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું. હવે સરકારે ટેક્સ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે.
આ બિલ પર સહી નહીં કરું : રાષ્ટ્રપતિ વિલિયમ રુટો
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ કહ્યું કે તેઓ ઉગ્ર વિરોધ બાદ વિવાદાસ્પદ ટેક્સ વધારાનું ફાઇનાન્સ બિલ પાછું ખેંચી રહ્યા છે. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે કે કેન્યાના લોકો નથી ઈચ્છતા કે આ બિલ લાવવામાં આવે, તેઓ તેને સ્વીકારતા નથી. હું તેમના નિર્ણય સમક્ષ માથું નમાવીને તેમનો નિર્ણય સ્વીકારું છું. હું આ બિલ પર સહી નહીં કરું.
Kenyan President withdraws 'controversial' finance bill after deadly protests
Read @ANI Story | https://t.co/B9hpExDkJ4#KenyaProtests #FinanceBill #WilliamRuto pic.twitter.com/onSXLSBqja
— ANI Digital (@ani_digital) June 26, 2024
આ વિરોધમાં 22 લોકોના મોત
દરમિયાન, કેન્યાના રાષ્ટ્રીય માનવાધિકાર પંચના જણાવ્યા અનુસાર, ટેક્સ કાયદાના વિરોધમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે તેઓ હવે યુવાનો સાથે વાત કરશે અને તેમને સમજવાનો પ્રયાસ કરશે કે આવા કાયદા દેશ માટે કેટલા મહત્વપૂર્ણ છે. જ્યારે કાયદા સામે બળવો શરૂ થયો ત્યારે રાષ્ટ્રપતિ રૂટોએ શરૂઆતમાં તેને બળથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે વિરોધીઓ સંસદમાં ઘૂસી ગયા અને આગચંપી શરૂ કરી તો તેમને ઝુકવું પડ્યું.
શું છે મામલો?
નવા ટેક્સ બિલને લઈને આફ્રિકન દેશ કેન્યા (કેન્યા પ્રોટેસ્ટ્સ)માં હોબાળો ચાલી રહ્યો છે. મંગળવારે હજારો લોકો રાષ્ટ્રપતિ વિલિયમ રુટોના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરનારાઓમાં મોટાભાગના યુવાનો છે. રોષે ભરાયેલા દેખાવકારોએ સંસદમાં આગ લગાવી દીધી હતી. ટોળાએ એક મોલને પણ આગ ચાંપી દીધી હતી. ડિજિટલ મીડિયા અને એક્ટિવિઝમ એક્સપર્ટ જોબ મ્વાઉરા કહે છે, "હાલના વિરોધ સાથે, અમે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પ્રદર્શનકારીઓ કેટલા નવા નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. આજે ઉપયોગમાં લેવામાં આવતા ડિજિટલ ડિવાઇસ અને વ્યૂહરચનાઓ સક્રિયતાને સંપૂર્ણ નવા સ્તરે લઈ જઈ રહી છે."
આ પણ વાંચો - ટેક્સ વધારા મુદ્દે કેન્યામાં ઉગ્ર પ્રદર્શન, હિંસામાં 10ના મોત, 50થી વધુ ઘાયલ
આ પણ વાંચો - મોદીની હેટ્રિક પર પાકિસ્તાન ભયભીત! લંબાવ્યો મિત્રતાનો હાથ