GoFirst ની નાદારી બાદ spicejet પર કટોકટીનું સંકટ! એરલાઇન કંપનીએ અહેવાલને નકારી કાઢ્યા
વાડિયા ગ્રૂપની એરલાઇન GoFirst નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે અને તેની નાદારી પ્રક્રિયાની અરજીને NCLT દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ સમાચાર વચ્ચે ખાનગી ક્ષેત્રની અન્ય એરલાઇન સ્પાઇસજેટે નાદારી સંબંધિત સમાચારોને નકારી કાઢી છે.
નાદારી માટે ફાઇલ કરવાનો કોઈ ઇરાદો નથી : સ્પાઇસજેટ
ઉડ્ડયન ક્ષેત્રમાં તાજેતરની ઉથલપાથલ હોવા છતાં સ્પાઇસજેટ કહ્યું હતું કે તે નાદારી માટે ફાઇલ કરવાનો કોઈ ઇરાદો નથી અને અમે વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. રેગ્યુલેટરી ફાઇલિંગ જણાવે છે કે એરલાઇન ફંડ એકત્ર કરવા અને પોતાને ફરીથી બેઠી કરવા માટે રોકાણકારો સાથે સતત વાતચીત કરી રહી છે. સ્પાઈસજેટે જણાવ્યું હતું કે તે સરકારની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ અને તેના ગ્રાઉન્ડેડ ફ્લીટને પુનર્જીવિત કરવા માટે તેની પોતાની રોકડમાંથી કુલ $50 મિલિયનનો ઉપયોગ કરી રહી છે.. સ્પાઈસજેટે ગયા અઠવાડિયે 25 ગ્રાઉન્ડેડ ફ્લાઈટ્સને ફરીથી શરુ કરવા માટે જાહેરાત કરી હતી.
કોઈપણ અફવા સંપૂર્ણપણે પાયાવિહોણી : સ્પાઇસજેટના ચેરમેન
સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે જણાવ્યું હતું કે નાદારી માટે ફાઇલ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી અને આને લગતી કોઈપણ અફવા સંપૂર્ણપણે પાયાવિહોણી છે. અમે અમારા ગ્રાઉન્ડેડ ફ્લીટને પુનર્જીવિત કરવા અને વધુને વધુ એરક્રાફ્ટ સામેલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને તે માટે કામ શરૂ કરી દીધું છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે અમારા તમામ ભાગીદારો સાથે અમારા સારા સંબંધ છે. તેઓએ અમને સારા અને ખરાબ સમયમાં અમને ટેકો આપ્યો છે. અમે તેમના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છીએ.
NCLTએ નાદારીની નોટિસ મોકલી
તાજેતરમાં જ NCLTએ સ્પાઈસજેટને નાદારીની નોટિસ મોકલી છે. સ્પાઇસજેટને આ નોટિસ આયર્લેન્ડની એક એરક્રાફ્ટ રેન્ટલ કંપનીની અરજી પર જારી કરવામાં આવી છે. એરક્રાફ્ટ લીઝિંગ કંપની એરકાસ્ટિલે દાવો કર્યો હતો કે તેની પાસે સ્પાઇસજેટની બાકી લેણી રકમ છે. અરજીમાં NCLTને સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે.
આપણ વાંચો-એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરને વીંછીએ ડંખ માર્યો, ચોંકાવનારી ઘટના