સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે MDH અને EVEREST મસાલા પર મુક્યો પ્રતિબંધ
સિંગાપોર અને હોંગકોંગ (Singapore and Hong Kong) બાદ હવે નેપાળે (Nepal) હવે MDH અને Everest એમ બે ભારતીય બ્રાન્ડના મસાલા (Two Indian Brands of Spices) ની સામે કાર્યવાહી કરતા આયાત, ઉપયોગ અને વેચાણ (Consumption and Sale) પર પ્રતિબંધ મૂક્યો છે. MDH અને EVEREST મસાલામાં હાનિકારક રસાયણો (Harmful Chemicals) ની ભેળસેળના આરોપો સામે આવ્યા બાદ નેપાળે MDH અને Everest મસાલાના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ (Banned) મૂક્યો છે. ANI એ અહેવાલ આપ્યો કે, આ ઉપરાંત, નેપાળ (Nepal) ના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે (Nepal's Food Technology and Quality Control Department) કેન્સર પેદા કરતા જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ માટે બે ભારતીય બ્રાન્ડના મસાલા (two Indian brands of spices) નું પરીક્ષણ શરૂ કર્યું છે.
મસાલામાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં વધુ
નેપાળ ફૂડ ટેક્નોલોજીના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે MDH અને Everest બ્રાન્ડના મસાલા (MDH and Everest brand spices) ની આયાત પર પ્રતિબંધ (Banned) મૂકવામાં આવ્યો છે. અમે બજારમાં તેમના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. મસાલામાં હાનિકારક કેમિકલના સેમ્પલ (harmful chemicals found in spices) મળ્યાના અહેવાલ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહારાજને વધુમાં કહ્યું કે, આ બે ખાસ બ્રાન્ડના મસાલામાં કેમિકલનું પરીક્ષણ ચાલી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. જણાવી દઇએ કે, સિંગાપોર-હોંગકોંગની જેમ નેપાળના સત્તાવાળાઓને પણ શંકા છે કે બંને કંપનીઓના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં વધુ છે. ઇથિલિન ઓક્સાઇડ એ એક રસાયણ છે જે મનુષ્યમાં કેન્સરનું કારણ બને છે. ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોમાં ખોરાકને જંતુરહિત કરવા માટે તેનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવામાં આવ્યો છે. હવે આ કારણોસર નેપાળના સત્તાવાળાઓ પણ આ મસાલાનું પરીક્ષણ કરી રહ્યા છે. અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ MDH અને Everest ને રાહત મળી શકશે.
નેપાળમાં આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
ઈથિલિન ઓક્સાઈડના કારણે કેન્સરનો ખતરો રહે છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે, નેપાળમાં MDH અને Everest મસાલાની આયાત પર એક અઠવાડિયા પહેલા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમે તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ બે બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઈડની તપાસ ચાલી રહી છે. અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. જણાવી દઈએ કે આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.
સિંગાપોરની ફૂડ એજન્સીએ શું કહ્યું?
જણાવી દઈએ કે, MDH અને Everest ના નામ દાયકાઓથી ઘર-પરિવારનું નામ બની ગયા છે. આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. MDH અને Everest મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે. અગાઉ, હોંગકોંગના ફૂડ રેગ્યુલેટર સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS) એ કહ્યું હતું કે આ મસાલામાં જંતુનાશકો, ઇથિલિન ઓક્સાઇડ હોય છે, જે કેન્સરનું જોખમ ઉભું કરે છે. MDH અને Everest ના ચાર મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સિંગાપોરની ફૂડ એજન્સીએ MDH અને Everest મસાલાને પરત બોલાવવાનો નિર્દેશ આપ્યો છે.
બ્રિટનમાં ઇથિલિન ઓક્સાઇડ પર પ્રતિબંધ
બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA) એ કડક પગલાં લેતા કહ્યું છે કે, તે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કડક કરી રહ્યું છે, જેમાં ઇથિલિન ઓક્સાઈડ પણ સામેલ છે. બ્રિટનમાં ઇથિલિન ઓક્સાઇડ પર પ્રતિબંધ છે. ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેન્ની બિશપે જણાવ્યું હતું કે, ઇથિલિન ઓક્સાઇડ એક રસાયણ છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. MDH અને Everest મસાલા પણ ન્યુઝીલેન્ડના બજારોમાં વેચાય છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો - Medicine Rate : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ 41 દવાઓની કિંમતોમાં થયો ધરખમ ઘટાડો!
આ પણ વાંચો - સિંગાપુર બાદ હોંગકોંગમાં પણ MDH અને EVEREST ના કેટલાક મસાલાના પર પ્રતિબંધ