Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓડિશા બાદ જબલપુરમાં એક જ દિવસમાં બે ટ્રેન પાટા પરથી ખડી પડી, રેલવે વિભાગમાં હડકંપ

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. Madhya Pradesh: Two...
ઓડિશા બાદ જબલપુરમાં એક જ દિવસમાં બે ટ્રેન પાટા પરથી ખડી પડી  રેલવે વિભાગમાં હડકંપ

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા.

Advertisement

એક જ દિવસમાં બે દુર્ઘટના
આ ઘટનાના ઠીક ચાર કલાક બાદ એટલે કે રાતે 10 વાગ્યે 30 મિનિટ પર ભેડાઘાટની નજીક ભિટોનીમાં ગેસથી ભરેલી માલગાડીનું વેગન પાટા પરથી ઊતરી ગયું હતું. એક દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ બાદ રેલવે વિભાગમાં ફરી હડકંપ મચી ગયું. દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે માહિતી અનુસાર બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી  અનુસાર જોકે મેઈન લાઈન પર અન્ય ટ્રેનોની અવર-જવરને પણ કોઈ અસર થઇ નહોતી.

Advertisement

Tags :
Advertisement

.