Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ણાટક બાદ હવે મુંબઈમાં હિજાબ મુદ્દો ગરમાયો, આ કોલેજે હિજાબ-બુરખા પર મુક્યો પ્રતિબંધ

ગત વર્ષે કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે મુંબઈની એક કોલેજમાં પણ જોવા મળી રહ્યો છે. મુંબઈના ચેમ્બુરની એક કોલેજે બુધવારે તેની ડ્રેસ પોલિસીને ટાંકીને કેમ્પસમાં બુરખા, હિજાબ અને સ્કાર્ફ સાથે પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બાબતની જાણ થતાં...
કર્ણાટક બાદ હવે મુંબઈમાં હિજાબ મુદ્દો ગરમાયો  આ કોલેજે હિજાબ બુરખા પર મુક્યો પ્રતિબંધ

ગત વર્ષે કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે મુંબઈની એક કોલેજમાં પણ જોવા મળી રહ્યો છે. મુંબઈના ચેમ્બુરની એક કોલેજે બુધવારે તેની ડ્રેસ પોલિસીને ટાંકીને કેમ્પસમાં બુરખા, હિજાબ અને સ્કાર્ફ સાથે પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બાબતની જાણ થતાં જ કેટલીક વિદ્યાર્થીનીઓના સંબંધીઓએ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

કર્ણાટક બાદ હવે મુંબઈમાં હિજાબ મુદ્દો ગરમાયો

મળતી માહિતી અનુસાર, મુંબઈના ચેમ્બુરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠા કોલેજે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે કોલેજે એક આદેશમાં કહ્યું હતું કે જુનિયર કોલેજના વિદ્યાર્થીઓ માટે ડ્રેસ ફરજિયાત છે. વિદ્યાર્થીઓના વાલીઓને મે મહિનામાં આ અંગે જાણ કરવામાં આવી હતી. તેમને ડ્રેસ સિલાઇ કરાવવા માટે પૂરતો સમય મળ્યો હતો. જણાવી દઇએ કે, બુધવારે (2 ઓગસ્ટ) આ કોલેજમાં બુરખા પહેરેલી વિદ્યાર્થિનીઓને કેમ્પસમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ પછી વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લગભગ એક કલાક પછી કોલેજ પ્રશાસને તેમને એન્ટ્રી આપી.

Advertisement

કોલેજ પ્રિન્સિપાલે શું કહ્યું?

ડીકે મરાઠે કોલેજના પ્રિન્સિપાલ વિદ્યા ગૌરી લેલેએ જણાવ્યું હતું કે, કોલેજે આ વર્ષે ડ્રેસ કોડ લાગુ કર્યો છે અને વાલીઓને નિયમો વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે 1 મેના રોજ અમે આ નવી ડ્રેસ કોડ નીતિ અંગે ચર્ચા કરવા માટે વાલીઓ સાથે બેઠક કરી હતી. અમે બુરખા, હિજાબ, સ્કાર્ફ અને સ્ટીકર પર પ્રતિબંધ સહિત દરેક બાબતની જાણકારી આપી. તે સમયે બધાએ ડ્રેસ કોડ પર સહમતિ દર્શાવી હતી. પરંતુ હવે તેઓ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જે પણ વિદ્યાર્થિની ડ્રેસ કોડ સામે વાંધો ઉઠાવે છે તે કોલેજ છોડવા માટે સ્વતંત્ર છે.

Advertisement

વિદ્યાર્થીનીઓએ કર્યો વિરોધ તો કોલેજે લીધો આ નિર્ણય

દરમિયાન, કોલેજની મુસ્લિમ યુવતીઓએ વાંધો ઉઠાવતા કહ્યું કે તેઓ હિજાબ કે બુરખા પહેર્યા વિના ઘરની બહાર નીકળવામાં અસ્વસ્થતા અનુભવે છે કારણ કે તે તેમના માટે ધાર્મિક પ્રથા છે. તેમણે ઓછામાં ઓછું હેડસ્કાર્ફ પહેરવાની પરવાનગી માંગી. મોડી સાંજે, કોલેજે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગર્લ સ્ટુડન્ટ્સને તેમની સુરક્ષા અને ગરિમાને ધ્યાનમાં રાખીને બુરખા, હિજાબ અથવા હેડસ્કાર્ફ પહેરીને કૉલેજમાં આવવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, તેઓએ વર્ગખંડમાં પ્રવેશતા પહેલા તેને વોશરૂમમાં ઉતારવું પડશે અને સાંજે વર્ગખંડમાંથી બહાર નીકળતી વખતે તેને ફરીથી પહેરવું પડશે.

આ પણ વાંચો - Gyanvapi Masjid : જ્ઞાનવાપીમાં ASI સર્વે ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી

આ પણ વાંચો - Zomato Online Delivery : અંકિતાએ એવું શું કર્યું કે Zomato કંટાળી ગયું, ટ્વિટ કરીને લખવું પડ્યું- બસ કરો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.