Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈમરાન ખાન બાદ હવે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીની પણ ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (PTI) ના અધ્યક્ષ ઈમરાન ખાન બાદ હવે પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર કુરેશીની ઈસ્લામાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ સાઇફરની ચાલી રહેલી...
08:34 PM Aug 19, 2023 IST | Hardik Shah

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (PTI) ના અધ્યક્ષ ઈમરાન ખાન બાદ હવે પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર કુરેશીની ઈસ્લામાબાદથી ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ સાઇફરની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કુરેશીને ઇસ્લામાબાદ સ્થિત તેમના નિવાસસ્થાનથી કસ્ટડીમાં લીધા છે.

કુરૈશીની ફરી એકવાર ગેરકાયદેસર રીતે ધરપકડ

પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીની ધરપકડના સમાચાર આપ્યા છે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરૈશીની ફરી એકવાર ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીએ કહ્યું કે પૂર્વ વિદેશ મંત્રીને ત્યારબાદ પોલીસની મોટી ટુકડી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે તેઓ પત્રકાર પરિષદ બાદ આવ્યા હતા. ઈમરાનની પાર્ટી પીટીઆઈનો આરોપ છે કે, ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા માટે અમેરિકા તરફથી ધમકીઓ આપવામાં આવી હતી. આ બધું તેનું પરિણામ છે. ખાને દાવો કર્યો હતો કે, "યુએસ કાવતરા"ના ભાગરૂપે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેમના વિરોધીઓને મારવા માટે રાજદ્વારી કેબલનો ઉલ્લેખ કર્યો હતો.

કુરેશીની ઈસ્લામાબાદમાં તેમના ઘરેથી ધરપકડ

ઈમરાન ખાનની પાર્ટીના જનરલ સેક્રેટરી ઉમર અયુબ ખાને પણ ટ્વિટર પર કુરેશીની ધરપકડના સમાચાર શેર કર્યા હતા. અયુબે કહ્યું કે, કુરેશી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘરે પહોંચ્યો ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઉમરે જણાવ્યું હતું કે, "પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઉપાધ્યક્ષ મખદૂમ શાહ મહેમૂદ કુરેશીની ઈસ્લામાબાદમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘરે પહોંચ્યા હતા." તેમણે કહ્યું કે, "હુ તેની સખત શબ્દોમાં નિંદા કરું છું.  તેમણે કહ્યું કે, એવી અપેક્ષા હતી કે ફાસીવાદી પીડીએમ સરકારના વિદાય સાથે અરાજકતાનું શાસન સમાપ્ત થશે, પરંતુ એવું લાગે છે કે આ રખેવાળ સરકાર તેની પુરોગામી, ફાસીવાદી સરકારનો રેકોર્ડ તોડવા માંગે છે."

સાયફર કેસ શું છે?

જણાવી દઇએ કે, સાયફર મુદ્દો પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ગયા વર્ષે સત્તામાંથી બહાર થયા પછી કરેલા દાવા સાથે સંબંધિત છે. પીટીઆઈનો આરોપ છે કે તેમાં ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા માટે અમેરિકા તરફથી ધમકીઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો - આતંકવાદી યાસીન મલિકની પત્ની પાકિસ્તાનમાં બનશે મંત્રી, આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે JKLF ચીફ

આ પણ વાંચો - Independence Day : પાકિસ્તાન તાલિબાને ભારતના કર્યા વખાણ જ્યારે પાકિસ્તાનને ધોઇ નાખ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
former foreign ministerformer foreign minister Shah Mahmood QureshiFormer Prime Ministerformer prime minister imran khanpakistan newsPTIShah Mahmood Qureshi
Next Article