ભારે વરસાદ બાદ દુબઈમાં કુદરતનો કહેર, રેગિસ્તાન બન્યું દરિયા સમાન, જુઓ Video
રણ પ્રદેશ જ્યારે દરિયો બની જાય ત્યારે કેવુ દેખાય તે UAE માં રહેતા લોકો અનુભવી રહ્યા છે. અહીં સોમવારની મોડી રાત્રીથી એટલે કે છેલ્લા બે દિવસથી ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. વરસાદ એટલે એવો કે દુબઈ (Dubai) પાણીમાં ગરકાવ થઇ ગયું છે. મળી રહેલી માહિતી અનુસાર, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને તેની આસપાસના દેશોમાં મુશળધાર વરસાદ (Rain) પડ્યો હતો. જેના કારણે પૂર (Flood) ની સ્થિતિ બની ગઇ છે જેના કારણે ઘણા શહેરોમાં સ્થિતિ ખરાબ બની છે. આવો જાણીએ ભારે વરસાદના કારણે દુબઈની કેવી છે સ્થિતિ...
મુંબઈથી પણ ખરાબ સ્થિતિમાં દુબઈ
તમે મુંબઈમાં થતો મુશળધાર વરસાદ જોયો જ હશે, અને તે સમયે શહેરની સ્થિતિ બને છે તેવી જ કઇંક તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) માં જોવા મળી રહ્યું છે. સોમવારની મોડી રાતથી મંગળવાર સવાર સુધી UAEના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, ત્યારબાદ સ્થિતિ ગંભીર જોવા મળી હતી. રાજધાની દુબઈમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દુબઈની શેરીઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે સત્તાવાળાઓએ ચેતવણી જાહેર કરી છે. અબુધાબી, કતાર અને બહેરીનમાં પણ સ્થિતિ ખરાબ છે.
Heavy Rain Battered Dubai pic.twitter.com/QKHM7lnDrU
— 𝐎𝐧𝐲𝐞𝐚𝐧𝐢 𝐊𝐚𝐥𝐮 (@Onyeani_Kalu) April 16, 2024
દુબઈ શહેરમાં સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો હતો. રસ્તાઓ, કાર, જહાજો તમામ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, મોલમાં પાણી ભરાઈ ગયા હતા. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને 'સતર્ક' રહેવાની અપીલ કરી છે. બુધવારે સાંજે 6 વાગ્યા સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે.
This is not Mumbai, this is Dubai.
60% of annual rainfall in Dubai already fell.
This is scary !! pic.twitter.com/LRiDKysKDJ
— Sunanda Roy 👑 (@SaffronSunanda) April 16, 2024
અબુ ધાબી સહિત ઘણા મોટા શહેરોમાં ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના
વરસાદ અને પૂરે એવી તબાહી સર્જી છે કે તે ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વારંવાર જોવા મળે છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શાળાઓ અને ઓફિસો બંધ કરવી પડી છે. જ્યારે દુબઈ એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.
Habibi ….this is Dubai
Malls , airports , roads , residential colonies , all flooded in just one rain in Dubai …
Indians must see this and stop mocking and trolling their own cities which at least get waterlogged in heavy rains in monsoon and has cities much densely… pic.twitter.com/V5L9w34Bzq
— Amitabh Chaudhary (@MithilaWaala) April 17, 2024
લગભગ 45 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે દુબઈ એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, પરંતુ આ એરપોર્ટ પર એરક્રાફ્ટની અવરજવર બંધ કરવી પડી હતી. UAEના હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દુબઈ, અબુ ધાબી સહિત ઘણા મોટા શહેરોમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે.
AIRPORT FLOODED IN DUBAI! 🌊🌊🌊🌊 pic.twitter.com/2GyG0dhpX8
— TIME TRAVELER (@777TimeTraveler) April 17, 2024
લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવીની સલાહ
મળી રહેલી માહિતી અનુસાર, રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ બુધવાર સુધી દુબઈ, અબુ ધાબી અને શારજાહ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રમાં કામ કરતા અહેમદ હબીબે જણાવ્યું હતું કે, "દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે." લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર, સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વરસાદના કારણે લોકોને મસ્જિદને બદલે ઘરે જ નમાઝ અદા કરવા કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર જવાની સલાહ આપી છે.
આ પણ વાંચો - Israel અને Iran UNSC માં આવ્યા સામસામે, ઈઝરાયલે કહ્યું- “ઈરાન ટેરર ફંડિંગ, આતંકીઓને ટ્રેનિંગ આપે છે”
આ પણ વાંચો - Israel Defense Forces: કોઈપણ હુમલાને અસફળ બનાવે છે ઈઝરાયેલ હવાઈ સુરક્ષા, જાણો કેવી રીત