Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હવે ભૂકંપે લોકોને કર્યા ભયભીત

આ વર્ષે આકાશમાંથી વરસેલા વરસાદે હિમાચલમાં તબાહીના ઘેરા ઘાવ આપ્યા છે. વરસાદી માહોલથી પરેશાન હિમાચલ પ્રદેશના લોકો હજુ પોતાને સંભાળે ત્યા ભૂકંપના જોરદાર ઝટકાએ લોકોની નીંદ ઉડાવી દીધી છે. જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના...
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હવે ભૂકંપે લોકોને કર્યા ભયભીત

આ વર્ષે આકાશમાંથી વરસેલા વરસાદે હિમાચલમાં તબાહીના ઘેરા ઘાવ આપ્યા છે. વરસાદી માહોલથી પરેશાન હિમાચલ પ્રદેશના લોકો હજુ પોતાને સંભાળે ત્યા ભૂકંપના જોરદાર ઝટકાએ લોકોની નીંદ ઉડાવી દીધી છે. જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપી હતી. લાહૌલ સ્પીતિમાં આંચકાના કારણે અચાનક ઘરો ધ્રૂજવા લાગ્યા. લોકો ભયભીત થઈ ગયા, તેઓ ઘરની બહાર નીકળવા લાગ્યા.

Advertisement

સ્પીતિ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, બુધવારે હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતીય સમયાનુસાર રાત્રે 11.20 કલાકે અને 11 સેકન્ડ મોડી આંચકા અનુભવાયા હતા. જો કે, આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. અગાઉ કાંગડા, કિન્નૌર સહિત અન્ય જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તે સમયે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી.

Advertisement

પૂર અને વરસાદને કારણે સ્થિતિ બેકાબૂ બની

Advertisement

હિમાચલ પ્રદેશમાં પૂર અને વરસાદને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. બુધવારે સિરમૌરમાં વાદળ ફાટવાના કારણે ગિરી નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે. રાજ્યની તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 24 જૂનથી સતત વરસાદ અને પૂરના કારણે રાજ્ય સરકારને અત્યાર સુધીમાં 6687.22 રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પૂરના કારણે 300થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે. રાજ્યના ઉપરના વિસ્તારોમાં પૂરના કારણે વધુ નુકસાન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ આકાશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 લોકોના મોત થયા છે જ્યારે 295થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ભારે વરસાદને કારણે તબાહી, 8000 મકાનોને નુકસાન

વરસાદ અને પૂરના કારણે હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પડી ભાંગી છે. રાજ્ય સરકારે 8000 મકાનોના નુકસાનનો અંદાજ મૂક્યો છે, જ્યારે રાજ્યના વિવિધ વિભાગોને 6687.22 કરોડ સુધીના નુકસાનનો અંદાજ છે. ચોમાસાથી સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ચંબા અને કાંગડા જેવા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો પણ કામ કરી શકી નથી. રાજ્યના મહેસૂલ મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે મુખ્યમંત્રી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો - રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઇ, સ્મૃતિ ઇરાનીએ કહ્યું આમનો ઇતિહાસ લોહીથી રંગાયેલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.