Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત બાદ હવે આ ટીમો પણ Playoffs માં પહોંચી શકે છે, જાણો પોઈન્ટ્સ ટેબલનું ગણિત

ગુજરાત ટાઇટન્સ ટીમે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. ગુજરાત આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ 13 મેચમાં 9 જીત (18...
01:19 PM May 16, 2023 IST | Hardik Shah

ગુજરાત ટાઇટન્સ ટીમે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. ગુજરાત આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ 13 મેચમાં 9 જીત (18 પોઈન્ટ) અને 0.835 નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે. હવે કઇ ટીમો પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ રહેશે અને કોની તકો વધુ છે અને કોની ઓછી તક છે. IPL પ્લેઓફમાં ક્યારે અને કઈ ટીમો વચ્ચે મુકાબલો થશે, પ્લેઓફનું ફોર્મેટ શું છે. અહીં, દરેક ટીમની તકો સાથે, અન્ય વિગતો પણ આપવામાં આવી છે.

પ્લેઓફની રેસમાં 8 ટીમો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ IPL 2023ની 62મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. હૈદરાબાદની ટીમ દિલ્હી બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. હવે IPL 2023ના પ્લેઓફમાં બાકીના ત્રણ સ્થાનો માટે સાત ટીમો વચ્ચે સખત સ્પર્ધા છે. ચેન્નઈ, મુંબઈ, લખનૌ, બેંગ્લોર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને કોલકાતાની ટીમો સમીકરણ મુજબ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આજે એટલે કે મંગળવારે લખનૌ અને મુંબઈ વચ્ચે મેચ છે. આ મેચ બાદ અમુક અંશે ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે. અત્યારે માત્ર દિલ્હી કેપિટલ્સ IPL પ્લેઓફની રેસમાંથી બહાર છે. રેસમાં 8 ટીમો સામેલ છે, જેમાંથી ઘણી ટીમોના ચાન્સ પ્રબળ છે જ્યારે ઘણી ટીમોનું ભવિષ્ય અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર છે. ચાલો જાણીએ તમામ ટીમોની સ્થિતિ અને તેમને પ્લેઓફમાં પહોંચવા માટે શું જરૂરી છે.

IPL 2023 પ્લેઓફનું દૃશ્ય

1. ગુજરાત ટાઇટન્સ (GT)
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ સારું પ્રદર્શન કરી રહી છે. IPL 2023 પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઇ છે. આ સાથે ગુજરાત ટાઇટન્સે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. IPL 2023માં ગુજરાતની ટીમ અત્યાર સુધીમાં 13 મેચ રમી છે જેમાંથી 9માં તેણે જીત મેળવી છે. આ સાથે જ 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જણાવી દઇએ કે, ગુજરાતના હાલમાં 18 પોઈન્ટ છે, જ્યારે તેને હજુ 1 વધુ મેચ રમવાની બાકી છે. ગુજરાત ટાઇટન્સે માત્ર પ્લેઓફમાં જ જગ્યા બનાવી નથી પરંતુ ટોપ 2માં પોતાનું સ્થાન પણ મજબૂત કર્યું છે. એટલે કે હવે ગુજરાતને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. તે ચેન્નઈમાં 23 મેના રોજ ક્વોલિફાયર 1 રમશે.

2. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
ગુજરાત બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે. ચેન્નાઈએ 13 મેચમાં 15 પોઈન્ટ્સ મેળવ્યા છે. ગ્રુપ સ્ટેજમાં CSKની છેલ્લી મેચ 20 મેના રોજ દિલ્હી સાથે છે. તે જીતીને તે પ્લેઓફમાં પહોંચી જશે. જો આમ નહીં થાય તો તે અન્ય ટીમ પર નિર્ભર રહેશે. CSK 7 મેચ જીતી છે અને 5 હારી છે. એક મેચ ડ્રો રહી હતી, તેના હવે 15 પોઈન્ટ છે.

3. મુંબઈ ઈન્ડિયન્સ (MI)
મુંબઈની ટીમના 14 પોઈન્ટ છે, ટીમે લખનૌ અને હૈદરાબાદ સામે બે મેચ રમવાની બાકી છે, બે જીત સાથે તે પ્લેઓફમાં જઇ શકે છે. જો ટીમ મેચ જીતે છે તો લડાઈ 16 પોઈન્ટ પર થઈ શકે છે. તેણે પોતાની તકો જીવંત રાખવા માટે ઓછામાં ઓછી એક મેચ જીતવી જરૂરી છે. હાલમાં મુંબઈનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ શાનદાર પ્રદર્શનમાં જોવા મળી રહ્યો છે.

4. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
લખનૌના 12 મેચમાં 13 પોઈન્ટ છે. જો તે આગામી બંને મેચો જીતી લેશે તો તે પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી લેશે. આશા જીવંત રાખવા માટે ઓછામાં ઓછી એક મેચ જીતવી જરૂરી છે.

5. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
RCBના 12 મેચમાં 12 પોઈન્ટ છે, તેણે આગામી બે મેચ જીતવી પડશે. તેમ છતાં પ્લેઓફમાં પહોંચવા માટે તેની સ્થિતિ સ્પષ્ટ થશે નહીં, તે અન્ય ટીમના નેટ રન રેટ પર નિર્ભર રહેશે.

6. રાજસ્થાન રોયલ્સ (RR)
રાજસ્થાન રોયલ્સના 13 મેચ બાદ 12 પોઈન્ટ છે. તેનો નેટ રન રેટ સારો છે પરંતુ પોઈન્ટ ઘણા ઓછા છે. તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી છે. તેણે છેલ્લી મેચ જીતવી હોય તો પણ અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે.

7. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
કોલકાતાએ 13 મેચ રમી છે, જેમાંથી તેણે 6 જીતી છે અને 7 મેચ હારી છે. KKR મેચ જીતીને 14 પોઈન્ટ મેળવી શકે છે, તો પણ અન્ય ટીમોના પ્રદર્શનથી તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના બની જશે.

8. પંજાબ કિંગ્સ (PBKS)
પંજાબે 12 મેચ રમી છે જેમાંથી તેણે 6માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. જો પંજાબ કિંગ્સ આગામી બે મેચ જીતે છે તો તેના 16 પોઈન્ટ થઈ શકે છે. જોકે પંજાબ કિંગ્સનો નેટ રન રેટ માઈનસમાં છે. પંજાબે પહેલા તેની આગામી બંને મેચ જીતવી જરૂરી છે.

IPL પ્લેઓફ ફોર્મેટ 2023
IPL પ્લેઓફ મેચો 23મી મેથી શરૂ થશે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ ચેન્નઈમાં રમાશે. ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર IPLની ફાઈનલ મેચ પણ રમાશે. IPL 2023ના ગ્રુપ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા નંબરની ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે. જ્યારે ત્રીજા અને ચોથા નંબરની ટીમને સતત 2 જીત બાદ ફાઇનલમાં સ્થાન મળશે.

આ પણ વાંચો - હાર બાદ પણ દર્શકોના દિલ જીતી ગયો DHONI, સુનિલ ગાવાસ્કરને આપ્યો AUTOGRAPH

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat TitansIndian Premier LeagueIPL 2023IPL PlayoffsIPL Playoffs Format 2023Points Table
Next Article