Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL ની 40 મી મેચમાં દિલ્હીની 9 રને હાર બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, જાણો નવી યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) માં શનિવારે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (GT vs KKR) વચ્ચે મેચ રમાઈ હતી. તે જ રાત્રે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (DC vs SRH) વચ્ચે મુકાબલો થયો હતો. આ બંને મેચના પરિણામોથી...
ipl ની 40 મી મેચમાં દિલ્હીની 9 રને હાર બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર  જાણો નવી યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) માં શનિવારે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (GT vs KKR) વચ્ચે મેચ રમાઈ હતી. તે જ રાત્રે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (DC vs SRH) વચ્ચે મુકાબલો થયો હતો. આ બંને મેચના પરિણામોથી પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટેબલમાં રાજસ્થાન રોયલ્સ પાસેથી નંબર 1નો તાજ છીનવાઈ ગયો છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ બહાર થવાની આરે પહોંચી ગઈ છે. IPL ની 40 મી મેચમાં શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 9 રને હરાવ્યું હતું. આ સિઝનની તેની ત્રીજી જીત હતી અને તેને પોઈન્ટ ટેબલમાં 8 માં સ્થાને પહોંચાડી દીધી હતી. બીજી તરફ, કેપિટલ્સ 8 મેચમાં તેમની છઠ્ઠી ગેમ હારી છે અને IPL 2023ની શરૂઆતથી ટેબલમાં સૌથી નીચે છે.

Advertisement

ગુજરાતે રાજસ્થાન પાસેથી નંબર 1નો તાજ છીનવ્યો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ફરી એકવાર IPL 2023 પોઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતે શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવીને છઠ્ઠી જીત નોંધાવી હતી. આ જીત સાથે ગુજરાતના હવે 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ફરી પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. રાજસ્થાન રોયલ્સ હવે બીજા અને લખનૌ સુપર જાયન્ટ્સ ત્રીજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા સ્થાને સરકી ગઈ છે. ટાઇટન્સ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાંચમા સ્થાને યથાવત છે પરંતુ પંજાબ કિંગ્સના પોઈન્ટ્સની સંખ્યા સમાન છે. પંજાબ આજે બપોરે CSK સામે મેચ રમવા જઈ રહ્યું છે. ત્યારે આ ટીમના કેપ્ટન પર સૌથી વધુ જવાબદારી હશે. વળી ચેન્નઈના કેપ્ટન ધોની માટે પણ આ જ કહી શકાશે.

Advertisement

સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને પાછળ છોડ્યું
શનિવારે બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે આ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે જ્યાં દિલ્હી કેપિટલ્સ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ફટકો લાગ્યો છે. આ સાથે જ હૈદરાબાદને 6 પોઈન્ટ મળ્યા છે અને તે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર પહોંચી ગઈ છે. હૈદરાબાદની આ જીત સાથે પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે 9માં નંબરે સરકી ગઈ છે. ટીમ અત્યાર સુધી માત્ર 3 મેચ જીતી શકી છે. જોકે મુંબઈ આજે રાજસ્થાન રોયલ્સને હરાવીને પોતાનુ સ્થાન વધારી શકે છે.

Advertisement

ઓરેન્જ કેપ કોની પાસે છે?

ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી IPL 2023માં રન સ્કોરિંગ ચાર્ટમાં આગળ છે. જ્યા RCBના સુકાનીએ આઠ મેચોમાં 422 રન બનાવ્યા હતા, ત્યા કોહલીએ 47થી વધુની એવરેજથી 333 રન બનાવ્યા હતા. શુભમન ગિલે શનિવારે KKR સામે 49 રન ફટકારીને કોહલીની બરાબરી કરી લીધી છે. બંને બેટ્સમેનોએ 8 મેચમાં 333 રન બનાવ્યા છે.CSKના ઓપનર ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

પર્પલ કેપ કોની પાસે છે?

મોહમ્મદ શમીએ KKR સામે રમાયેલી મેચમાં ત્રણ વિકેટ લઈને ટોપ ફાઈવમાં પ્રવેશ કર્યો છે. તે હવે 8 મેચમાં 13 વિકેટ સાથે પાંચમા સ્થાને છે, જ્યારે તમામ ટોચના 4 બોલરો - મોહમ્મદ સિરાજ, રાશિદ ખાન, અર્શદીપ સિંહ અને તુષાર દેશપાંડેની 14-14 વિકેટ છે.

18 ડબલ હેડર સહિત કુલ 70 લીગ મેચો રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં, 10 ફ્રેન્ચાઇઝી ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ટીમોને તેમના ભૂતકાળના રેકોર્ડના આધારે બે અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ Aમાં મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ Bમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સનો સમાવેશ થાય છે. દરેક ટીમ તેના ગ્રુપમાં આઠ મેચ રમશે, જ્યારે અન્ય ગ્રુપની ટીમો સામે છ મેચ રમાશે. દરેક ટીમ પાંચ ટીમો સામે બે-બે મેચ રમશે, જ્યારે દરેક ટીમ ચાર ટીમો સામે એક મેચ રમશે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને અલગ-અલગ ગ્રૂપમાં છે પરંતુ લીગ રાઉન્ડમાં એકબીજા સામે પોતપોતાના ઘરેલું મેદાન પર બે મેચ રમશે. 18 ડબલ હેડર સહિત કુલ 70 લીગ મેચો રમાશે.

આ પણ વાંચો - રોહિત શર્માને ‘હિટમેન’ બનાવનાર 12 સૌથી ખાસ તારીખો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.