ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ટ્રોલ થયા બાદ આદિપુરુષે બધાને ચોંકાવ્યા, પહેલા દિવસે કરી અધધધ... કરોડની કમાણી

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રામાયણની વાર્તા પર આધારિત આ આધુનિક સ્ક્રીન રૂપાંતરણને ચાહકોએ જે રીતે ખુલ્લેઆમ આવકાર આપ્યો તે જોવા લાયક હતો. 'આદિપુરુષ'નું એડવાન્સ બુકિંગ સંકેત આપી રહ્યું હતું...
12:24 PM Jun 17, 2023 IST | Dhruv Parmar

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રામાયણની વાર્તા પર આધારિત આ આધુનિક સ્ક્રીન રૂપાંતરણને ચાહકોએ જે રીતે ખુલ્લેઆમ આવકાર આપ્યો તે જોવા લાયક હતો. 'આદિપુરુષ'નું એડવાન્સ બુકિંગ સંકેત આપી રહ્યું હતું કે ફિલ્મને પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મળશે. 'તો તમને જણાવી દઈએ કે, આદિપુરુષ'ને પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર દબદબો જોવા મળ્યો છે. તેણે ભારતથી લઈને વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મલ્ટિપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન ફિલ્મ વધુ સારી સાબિત થઈ રહી છે. જો કે આ ફિલ્મ જોનારા દર્શકો તરફથી મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે.

મહત્વનું છે કે, 'આદિપુરુષ' આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મની ખૂબ રાહ જોવાઈ રહી હતી અને આખરે તે 16મી જૂને મોટા પડદા પર રિલીઝ થઈ ચૂકી છે. એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. શુક્રવારનો દિવસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ફિલ્મ વિશે રિવ્યૂ આવવા લાગ્યા હતા. જે બાદ ફિલ્મના ડાયલોગ અને કલાકારોના લૂકની આકરી ટીકા થઈ હતી.

ફિલ્મમાં રાવણ અને હનુમાનના પાત્રનું ચિત્રણ પણ ભારતીય સંસ્કૃતિથી વિપરીત છે. ફિલ્મ રાવણને દાઢી સાથે દેખાડવામાં આવ્યો છે જે તદ્દન ખોટું છે. રાવણ બ્રાહ્મણ હતો અને તેને ફિલ્મમાં ખોટી રીતે અને ભયાનક રૂપમાં દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના ડાયલોગ પણ મહાકાવ્ય રામાયણના પાત્રોને શોભે તેવા નથી. આ બાબતોને લઈને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ ફિલ્મ હિન્દી ભાષા ઉપરાંત તેલુગુ અને દક્ષિણની કેટલીક ભાષામાં બનાવવામાં આવી છે. હિન્દી વર્ઝનમાં અંદાજે 36-38 કરોડની કમાણી કરી છે. જ્યારે અન્ય તમામ ભાષાઓમાં કુલ આંકડો 90ને પાર કરી ગયો. ગત વર્ષમાં પઠાણ, કેજીએફ-2 અને બ્રહ્માસ્ત્ર ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું ઓપનીંગ મેળવ્યું હતું. હવે આદિપુરુષે આ તમામને પાછળ છોડી પ્રથમ દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરી છે.

જાણવા મળી રહ્યું છે કે, દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની અને ફિલ્મમાંથી કેટલાક આપત્તિજનક દ્રશ્યો દૂર કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી છે. ફિલ્મ વિરુદ્ધમાં અરજી હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે ફળના પાત્ર મહાકાવ્ય રામાયણમાં વર્ણિત પાત્રો કરતાં સાવ અલગ છે. સાથે જ તેમને સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે નિર્ણયને પણ પડકાર્યો છે.

આ પણ વાંચો : 146 મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિરીક્ષણ કરાશે

Tags :
adipurush 100 croresadipurush box officeadipurush collectionadipurush day 1 collectionadipurush worldwide collectionBollywoodentertainmentkriti sanonPrabhasprabhas adipurushSaif Ali Khan
Next Article