Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

7 કલાકની જહેમતના અંતે કેરાળા GIDC ની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી

બાવળા-બગોદરા હાઈ-વ પર આવેલી કેરાલા GIDC માં આવેલી કેમિકલ કંપનીમાં ગત મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. આગના બનાવથી અફરાતરફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકસ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કેમિકલના કારણે મોટો બ્લાસ્ટ પણ...
08:29 AM Jul 08, 2023 IST | Viral Joshi

બાવળા-બગોદરા હાઈ-વ પર આવેલી કેરાલા GIDC માં આવેલી કેમિકલ કંપનીમાં ગત મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી. આગના બનાવથી અફરાતરફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકસ કંપનીમાં જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કેમિકલના કારણે મોટો બ્લાસ્ટ પણ થયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં મોટી સંખ્યામાં ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 7 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

જ્વલંતશીલ કેમિકલના કારણે આગ વિકરાળ

કેરાલા GIDC માં ગત રાત્રીના 10 વાગ્યાના અરસામાં ત્રિશા સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિકરાળ આગ ફાટી નિકળી હતી. ફેક્ટરીમાં અત્યંત જ્વલંતશીલ કેમિકલ હોવાથી આગે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ફેક્ટરીમાં 70 ટન કરતા વધારે રો-મટેરિયલ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી.

અમદાવાદા, બાવળા, ધોળકા અને કેરાળા GIDCની ફાયર ટીમ ઘટના સ્થળે

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અમદાવાદ, બાવળા, ધોળકા અને કેરાળા GIDC ફાયરની ટીમો ઘટના સ્થાળે પહોંચી આગને કાબુમાં લેવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા.

7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ

આશરે રાત્રે 10 વાગ્યે લાગેલી આગને કાબુમાં લેવા ફાયર વિભાગની 8 ગાડીઓ અને 30 લોકોના સ્ટાફે 7 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે સવારે પાંચ વાગ્યે કાબુમાં લઈ લીધી હતી. આગ શા કારણે લાગી તે હજુ અકબંધ છે જ્યારે સારી બાબત એ છે કે આ આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે નુકસાન ઘણું થયું છે.

આ પણ વાંચો : સુરતના આ યુવકની પેઈન્ટિંગની ખૂબ જ વધી છે ડિમાન્ડ, જાણો કેમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AccidentAhmedabadBavla Bagodra HighwayChemical Companyfire broke out
Next Article