Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અફઘાનિસ્તાને ટોસ જીતી બેટિંગની પસંદગી કરી, ભારતીય ટીમમાં થયો આ મોટો ફેરફાર

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની નવમી મેચમાં ભારત અફઘાનિસ્તાન સામે ટકરાવવા જઈ રહ્યું છે. અફઘાનિસ્તાનના કપ્તાને ટોસ જીતીને બેટિંગની  પસંદગી કરી છે. ભારત તેની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સારી શુરૂઆત કરી...
અફઘાનિસ્તાને ટોસ જીતી બેટિંગની પસંદગી કરી  ભારતીય ટીમમાં થયો આ મોટો ફેરફાર

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની નવમી મેચમાં ભારત અફઘાનિસ્તાન સામે ટકરાવવા જઈ રહ્યું છે. અફઘાનિસ્તાનના કપ્તાને ટોસ જીતીને બેટિંગની  પસંદગી કરી છે. ભારત તેની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સારી શુરૂઆત કરી ચૂક્યું છે. જ્યારે અફઘાનિસ્તાનને વર્લ્ડ કપમાં હજી પણ એક જીતની તલાશ છે, બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

ભારતીય ટીમમાં એક ફેરફાર - અશ્વિનના સ્થાને શાર્દૂલ ઠાકુરને ટીમમાં મળ્યું સ્થાન 

ઈન્ડિયા પ્લેઇંગ 11 - Rohit Sharma(c), Ishan Kishan, Virat Kohli, Shreyas Iyer, KL Rahul(w), Hardik Pandya, Ravindra Jadeja, Shardul Thakur, Kuldeep Yadav, Jasprit Bumrah, Mohammed Siraj

Advertisement

અફઘાનિસ્તાન પ્લેઇંગ 11 - Rahmanullah Gurbaz (wk), Ibrahim Zadran, Rahmat Shah, Hashmatullah Shahidi (captain), Mohammad Nabi, Najibullah Zadran, Azmatullah Omarzai, Rashid Khan, Mujeeb Ur Rahman, Naveen-ul-Haq, Fazalhaq Farooqi

Advertisement

બેટ્સમેનો માટે મદદરૂપ રહેશે અરુણ જેટલી સ્ટેડિયમની પિચ

અરુણ જેટલી સ્ટેડિયમ બેટિંગ માટે તેની સાનુકૂળ પરિસ્થિતિઓ માટે જાણીતું છે. પીચની શુષ્ક સપાટી અને ટૂંકી બાઉન્ડ્રી બેટ્સમેન માટે ચોગ્ગા અને છગ્ગા મારવાનું સરળ બનાવે છે. વધુમાં, જેમ જેમ મેચ આગળ વધતી જાય છે, તેમ તેમ પીચની શુષ્ક પ્રકૃતિ સ્પિનરોને પણ લાભ આપી શકે છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલી તાજેતરની મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 428 રનનોવિશાળ સ્કોર હાંસલ કર્યો હતો. આ બેટ્સમેનો માટે પિચની યોગ્યતાને દર્શાવે છે. જવાબમાં શ્રીલંકાએ પણ 326 રન બનાવ્યા હતા, પરંતુ અંતે તેઓ 102 રનથી મેચ હારી ગયા હતા.

હેડ ટુ હેડ મુકાબલામાં ભારતનો દબદબો 

રસપ્રદ વાત એ છે કે, બંને ટીમો ODIમાં છેલ્લે ઈંગ્લેન્ડમાં 2019 વર્લ્ડ કપ દરમિયાન મળી હતી, જ્યાં ભારતે અફઘાનિસ્તાનને સાઉથમ્પટનમાં 11 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાને હજુ સુધીની ત્રણ મેચમાં ભારત સામે જીત હાંસલ કરી નથી, પરંતુ વર્ષ 2018 માં એશિયા કપમાં રમાયેલ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાન ભારત સામે મેચ ટાઈ કરવામાં સફળ રહ્યું હતું.

ટોટલ મેચ : 3
ભારત જીત્યું: 2
અફઘાનિસ્તાન જીત્યું: 0
ટાઈ : 1
છેલ્લું પરિણામ : ભારત 11 રનથી જીત્યું (સાઉધમ્પટન ; જૂન 2019)

Tags :
Advertisement

.