Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aditya L 1 Mission : આદિત્ય મિશનમાં પોઈન્ટ L1 જ કેમ પસંદ કરાયું, જાણો તેની પાછળનું ગણિત

ચંદ્રયાન-3ની સફળતા બાદ આદિત્ય એલ1 મિશનની તૈયારી ચાલી રહી છે. 2જી સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરવામાં આવશે. દરેકના મનમાં તે સવાલ ઉઠવા વ્યાજબી છે કે આ મિશનને આદિત્યયાન કે સુર્યયાન નામ કેમ આપવામાં આવ્યું નહી. Aditya...
aditya l 1 mission   આદિત્ય મિશનમાં પોઈન્ટ l1 જ કેમ પસંદ  કરાયું  જાણો તેની પાછળનું ગણિત
Advertisement

ચંદ્રયાન-3ની સફળતા બાદ આદિત્ય એલ1 મિશનની તૈયારી ચાલી રહી છે. 2જી સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરવામાં આવશે. દરેકના મનમાં તે સવાલ ઉઠવા વ્યાજબી છે કે આ મિશનને આદિત્યયાન કે સુર્યયાન નામ કેમ આપવામાં આવ્યું નહી. Aditya L 1 mission માં L 1 કેટલું ખાસ છે તે સમજીએ...

L1 Point અનુકુળ

આદિત્ય મિશન માટે લૈગ્રેંજ પોઈન્ટ 1, 2, 3, 4 અને 5 છે પણ આદિત્યની સાથે L1 જોડવામાં આવ્યું છે. વાસ્તવમાં લૈગ્રેંજ કક્ષામાં આ પોઈન્ટ પર ગ્રહણની અસર નહીવત્ છે. સુર્ય પર ગ્રહણની પ્રક્રિયા સ્વભાવિક છે તેથી એવી પોઈન્ટની પસંદગી કરવાની હતી જ્યાં ગ્રહણની અસર હોય નહી એવી સ્થિતિમાં એલ 1 પોઈન્ટ સૌથી અનુકુળ રહ્યો.

Advertisement

પોઈન્ટની શોધ

કોઈ પણ ગ્રહની કક્ષાની આસપાસ લગભગ 5 સ્થાન હોય છએ જ્યાં ગુરુત્વાકર્ષણ બળ, સ્પેસક્રાફ્ટ અને સુરજ અને ગ્રહોની ગતિવિધિઓની જાણકારી હાસલ કરવા માટે સારી માનવામાં આવે છે. 18મી સદીમાં જોસેફ લુઈ લૈગ્રેંજ નામના અવકાશયાત્રીએ ધરતીથી 15 લાખ કિમી દુર સૂર્યની બહારની કક્ષામાં પાંચ પોઈન્ટની શોધ કરી હતી. જેને લૈગ્રેંજ પોઈન્ટના નામે ઓળખવામાં આવ્યો.

Advertisement

કેટલો સમય લાગશે

PSLV-C 57 રોકેટ આદિત્યને પૃથ્વીની નિચલી કક્ષામાં પહોંચાડશે. નિચલી કક્ષામાં પહોંચ્યા બાદ ઓવલ આકારમાં લાવીને પ્રોપલ્શનની મદદથી એલ-1 પોઈન્ટ તરફથી મોકલવામાં આવશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર થયા બાદ ક્રુઝ ફેઝ શરૂ થશે અને L1 પાસે હૈલો આર્બિટમાં પ્લેસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 127 દિવસ એટલે કે ચાર મહિનાનો સમય લાગશે.

વિશ્લેષણમાં મદદરૂપ

સૂર્યના અધ્યયન વિશે કહેવામાં આવે છે કે, પ્રયોગશાળામાં સટીક જાણકારી હાંસલ કરી શકાતી નથી. પૃથ્વી પર જીવન માટે સૌર ઉર્જાનું મહત્વ કોઈથી છૂપાયેલું નથી. સૂર્ય પર અનેક પ્રકારની રાસાયણિક ક્રિયાઓ થાય છે અને તેની અસર ધરતી પર પડે છે. સૂર્યની અસીમિત માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે તેથી નજીકના ભવિષ્યમાં જો કોઈ ઘટના થાય છે તો તેનું પૂર્વ અધ્યયન આગળની સ્થિતિઓના વિશ્લેષણમાં મહત્વની જાણકારી આપી શકશે.

મહત્વની જાણકારી મળશે

આદિત્ય L1 મિશનનું બજેટ લગભગ 423 કરોડ રૂપિયા છે. તેને પીએસએલવી-સી 57 પરથી લોન્ચ કરવાનું છે. તેનો હેતું ક્રોમોસ્ફીયર, કોરોના, પ્લાઝ્મા, ફિઝિક્સ, સોલ ફ્લેયર્સનું અધ્યયન કરવાનું છે. તે સિવાય કોરોનલ લૂપ અને કોરોનલ તાપમાન, ઘનત્વ અને વેગ વિશે જાણકારી મળશે. તેની સાથે જ કોરોનામાં મેગ્નેટિક ફિલ્ડ, ટોપોલોજી, સંરચના અને તેની ઉત્પત્તિ વિશે જાણકારી હાસલ કરવામાં આવશે.

ધરતી અને સુર્ય વચ્ચેનું અંતર લગભગ 151 લાખ કીમી છે. આદિત્યને 151 લાખ કિમીને બદલે માત્ર 15 લાખ કિમીનું અંતર કાપવાનું છે. આદિત્યને કુલ અંતરના માત્ર 1% અંતર કાપવાનું છે. અદિત્યને સુર્યની કક્ષાના L1 પોઈન્ટ પર સ્થાપિત કરવાનું છે એટલે કે આદિત્ય L1 કક્ષાથી સુરજનું અધ્યયન કરશે. આ મિશનનો હેતુ સૂર્યના વણઉકેલાયેલા રહસ્યોને સમજવાનો છે જેથી ઉર્જા સ્ત્રોત વિશે સટીક જાણકારી મળી શકે.

આ પણ વાંચો : પરમાણુ પરિક્ષણો વિરોધી દિવસ મનાવવો કેમ જરૂરી છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

પાયજામાની દોરી તોડવી દુષ્કર્મ નથી.. : Allahabad High Court

featured-img
રાષ્ટ્રીય

Delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર! યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો

featured-img
ક્રાઈમ

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા

featured-img
Top News

London : પાવર સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ

featured-img
અમદાવાદ

IPS રવિન્દ્ર પટેલની સાસરીમાં તપાસનો રેલો, SEBI દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ

featured-img
રાષ્ટ્રીય

PM Modi foreign trip : ત્રણ વર્ષમાં કેટલી વાર વિદેશ પ્રવાસે ગયા PM મોદી, કેટલો ખર્ચ થયો ? જાણો વિગતે

×

Live Tv

Trending News

.

×