Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Adipurush ના વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલવામાં આવશે, ગાળો ખાધા બાદ રાઈટરને ભાન આવ્યું

પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' માટે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પરંતુ ફિલ્મના ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. ત્યારે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ...
adipurush ના વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલવામાં આવશે  ગાળો ખાધા બાદ રાઈટરને ભાન આવ્યું

પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' માટે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પરંતુ ફિલ્મના ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. ત્યારે ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જેને લઈને તેમણે કહ્યું છે કે ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કઈ જ નથી હોવાનું પણ જણાવ્યુ છે.

Advertisement

ભારે વિરોધ બાદ મનોજ મુંતશિરે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સમક્ષ પોતાની વાત મૂકી. આ દરમિયાન તેણે પોતાનો પક્ષ રાખ્યો, આ સાથે તેણે ચાહકોને આશ્વાસન પણ આપ્યું કે ચાહકોના દિલને ઠેસ પહોંચાડનાર અથવા તેમની લાગણીઓને ઠેસ પહોંચાડનારા તમામ સંવાદો થોડા દિવસોમાં બદલવામાં આવશે. તેણે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ દ્વારા પોતાની વાત જણાવી.

Advertisement

વધુમાં મુંતશિરે જણાવ્યુંકે, સાચું કે ખોટું, સમય બદલાય છે, લાગણી રહે છે. મેં આદિપુરુષમાં 4000 થી વધુ સંવાદો લખ્યા છે, જેમાં અનેક સંવાદો પર લાગણીઓને ઠેસ પહોંચી છે. એ સેંકડો પંક્તિઓમાં જ્યાં શ્રી રામનો મહિમા કરવામાં આવ્યો હતો, માતા સીતાની પવિત્રતાનું વર્ણન હતું. તેમની પ્રશંસા પણ મળવાની હતી, જે મને ખબર નથી કેમ ન મળી. મારા પોતાના ભાઈઓએ સોશિયલ મીડિયા પર મારા માટે અભદ્ર શબ્દો લખ્યા.

શું કહ્યું મનોજ મુંતશિરે?

Advertisement

મનોજ મુંતશિરે આ અંગે કહ્યુ કે મારા માટે તમારી લાગણીથી મોટું કંઈ નથી. હું મારા ડાયલોગની તરફેણમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે કેટલાક સંવાદો જે તમારી ભાવનાને ઠેસ પહોચાડે છે તે તમામ ડાયલોગ સુધારીશું, અને તેઓ આ અઠવાડિયે ફિલ્મમાં ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો : થિયેટરમાં લોકો આદિપુરૂષ જોઇ રહ્યા હતા તે જ સમયે આવી ગયા હનુમાનજી, જાણો શું છે હકીકત

Tags :
Advertisement

.