Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ADANI : 'અમને નુકશાન પહોંચાડવા માટે કેટલાક લોકો ઓવરટાઇમ કરી રહ્યા છે'

અદાણી ગ્રૂપે ( Adani Group) સોમવારે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે અમુક ગૃપ અને વ્યક્તિઓ અમારા ગૃપના 'નામ, ગુડવિલ અને બજારની સ્થિતિ'ને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે 'ઓવરટાઇમ' કામ કરી રહ્યા છે, અને આ આરોપોથી સાબિત થાય છે કે...
08:10 PM Oct 16, 2023 IST | Vipul Pandya

અદાણી ગ્રૂપે ( Adani Group) સોમવારે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે અમુક ગૃપ અને વ્યક્તિઓ અમારા ગૃપના 'નામ, ગુડવિલ અને બજારની સ્થિતિ'ને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે 'ઓવરટાઇમ' કામ કરી રહ્યા છે, અને આ આરોપોથી સાબિત થાય છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)અને હિરાનંદાની ગ્રૂપના સીઇઓ દર્શન હિરાનંદાનીએ સંસદમાં પૂછાયેલા પ્રશ્નો દ્વારા ગૌતમ અદાણી અને તેમની કંપનીઓના જૂથને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.

ગૌતમ અદાણી અને તેમની કંપનીઓને નિશાન બનાવાયા

સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદરીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં એફિડેવિટના રૂપમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અદાણી ગ્રુપનું નિવેદન આવ્યું છે. જય અનંત દેહાદ્રીના એફિડેવિટમાં આરોપ છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં પ્રશ્નો પુછવા માટે દર્શન હિરાનંદાની પાસેથી લાંચ અને અનુચીત લાભ મેળવ્યા હતા, જેમાં ખાસ કરીને ગૌતમ અદાણી અને તેમની કંપનીઓને નિશાન બનાવાયા હતા.

અમારા નામ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ઓવરટાઇમ

અદાણી ગ્રૂપે કહ્યું- આ ઘટનાક્રમ 9 ઓક્ટોબર, 2023ના અમારા નિવેદનની પુષ્ટિ કરે છે કે કેટલાક જૂથો અને વ્યક્તિઓ અમારા નામ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ઓવરટાઇમ કામ કરી રહ્યા છે. આ ખાસ કેસમાં વકીલની ફરિયાદ દર્શાવે છે કે અદાણી ગ્રુપ અને અમારા ચેરમેન ગૌતમ અદાણીની પ્રતિષ્ઠા અને હિતોને કલંકિત કરવાની આ સિસ્ટમ 2018થી અમલમાં છે.

બદનામ કરવાનું કામ

અદાણી ગ્રૂપના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે - 9 ઓક્ટોબર, 2023ના રોજ, અમે મીડિયા સ્ટેટમેન્ટ અને એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા જાણ કરી હતી કે ગ્લોબલ નેટવર્ક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP), વિદેશી મીડિયાનો એક વિભાગ જેવી કેટલીક વિદેશી મીડિયા અને સંસ્થા તથા શોર્ટ સેલર અને સ્થાનિક સ્તરે બદનામ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ બધું મુખ્યત્વે અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યૂ ઘટાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ લોકોએ એક પ્લેબુક તૈયાર કરી છે, જે તેઓ અદાણી ગ્રૂપ સામે પ્રોફેશનલ રીતે કામ કરી રહ્યા છે.

મામલો શું છે

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખીને મહુઆ મોઇત્રા પર પૈસા લીધા બાદ સવાલો પૂછવાનો આરોપ લગાવ્યો છે. દુબેએ વકીલ પાસેથી મળેલા પત્રને ટાંકીને કહ્યું કે વકીલે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને એક વેપારી વચ્ચે લાંચના વ્યવહારના તથ્યો શેર કર્યા છે. જો કે, મોઇત્રાએ બીજેપી સાંસદ પર પણ વળતો પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો----FORBES LIST : મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના ટોપ 100 અમીરોમાં નંબર વન

Tags :
Adani GroupCash for questionGautam AdaniMP Mahua MoitraTrinamool Congress
Next Article