Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sahil Khan Arrested: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો?

Sahil Khan Arrested: અભિનેતા સાહિલ ખાનને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અત્યારે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. મળતી વિગતો પ્રમાણે મહાદેવ સટ્ટાબાજી App મામલે મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સાહિલ ખાન ધ...
sahil khan arrested  અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ  જાણો શું છે મામલો
Advertisement

Sahil Khan Arrested: અભિનેતા સાહિલ ખાનને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અત્યારે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. મળતી વિગતો પ્રમાણે મહાદેવ સટ્ટાબાજી App મામલે મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સાહિલ ખાન ધ લાયન બુક એપ નામની સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા હતો. જે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો પણ એક ભાગ છે. આ કેસમાં મુંબઈ પોલીસ એસઆઈટીએ અગાઉ તેની પૂછપરછ કરી હતી. અભિનેતાએ જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢમાંથી ધરપકડ

ઉલ્લેખયની છે કે, મહાદેવ સટ્ટાબાજી એપ મામલે અત્યારે ઘણા અભિનેતાઓના નામ સામે આવેલા છે. આ લિસ્ટમાં અત્યારે સાહિલ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢમાંથી ધરપકડ કરવામાં આવી અને ત્યાથી મુંબઈ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વિગતો એવી પણ સામે આવી છે કે, તેઓ લોટસ બુક 24/7 નામની બેટિંગ એપ્લિકેશન વેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.

Advertisement

લાયન બુક એપને પ્રમોટ કરવાનો પણ આરોપ લાગ્યો

તમને જણાવી દઈએ કે, અભિનેતા સાહિલ ખાન પર લાયન બુક એપને પ્રમોટ કરવાનો અને તેના કાર્યક્રમોમાં હાજરી આપવાનો આરોપ છે. લાયન બુકને પ્રમોટ કર્યા પછી, તેણે ભાગીદાર તરીકે લોટસ બુક 24/7 એપ લોન્ચ કરી. આરોપ છે કે, સાહિલ એપને પ્રમોટ કરવા માટે પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરતા હતા. તેઓ સેલિબ્રિટીને બોલાવતા અને ભવ્ય પાર્ટીઓનું આયોજન કરતા હતા. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં પોલીસ આ કેસમાં વધુ મહત્વના પાસાઓ સામે લાવી શકે છે.

Advertisement

આ પણ વાંચો: SURAT : રણબીર કપૂરનાં કાર્યક્રમમાં પડાપડી, 20 લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: Uttarakhand: દહેરાદૂનમાં વરસાદ થતા જંગલોને રાહત, આ વિસ્તારમાં હજી ભભૂકી રહી છે આગ

આ પણ વાંચો: Rahul Gandhi: રાહુલ ગાંધી પોતાના ભાષણમાં એવું તો શું બોલ્યા કે રાજપૂત સમાજ ભડકી ઉઠ્યો?

Tags :
Advertisement

.

×