Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાભારત સીરિયલમાં શકુની મામાનો રોલ કરનાર અભિનેતા Gufi Paintal હોસ્પિટલમાં દાખલ

લોકપ્રિય ટીવી સિરિયલ 'મહાભારત'માં 'શકુની મામા' નો રોલ કરનાર અભિનેતા ગુફી પેન્ટલ (Gufi Paintal) હોસ્પિટલમાં દાખલ થયા છે. લાંબા સમયથી બિમારીથી પીડિત ગુફી પેન્ટલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેમની હાલત હવે વધુ ગંભીર બની ગઈ છે. ટીવી...
મહાભારત સીરિયલમાં શકુની મામાનો રોલ કરનાર અભિનેતા gufi paintal હોસ્પિટલમાં દાખલ

લોકપ્રિય ટીવી સિરિયલ 'મહાભારત'માં 'શકુની મામા' નો રોલ કરનાર અભિનેતા ગુફી પેન્ટલ (Gufi Paintal) હોસ્પિટલમાં દાખલ થયા છે. લાંબા સમયથી બિમારીથી પીડિત ગુફી પેન્ટલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેમની હાલત હવે વધુ ગંભીર બની ગઈ છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ગુફી પેન્ટલની બગડતી તબિયત વિશે જાણકારી આપી છે. તેમણે તેમના ફેન્સને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. જોકે, ગુફી પેન્ટલના પરિવારે તેમના સ્વાસ્થ્ય વિશે હાલમાં કોઈ માહિતી આપી નથી.

Advertisement

ગુફી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

ટીવીનો જાણીતો પૌરાણિક શો મહાભારત દરેકના દિલની નજીક છે. તે શોમાં 'શકુની મામા'નું પાત્ર ભજવીને ગુફી પેન્ટલે પોતાના અભિનયથી દરેકના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. આજે પણ આ પાત્ર લોકોના મનમાં જીવંત છે. ત્યારે તેના ચાહકો માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, અભિનેતાની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગુફી પેન્ટલ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યો છે અને તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગુફી પેન્ટલની હાલત ગંભીર હોવાનો ખુલાસો કર્યો છે. ટીના ઘાઈએ તેમના ઈન્સ્ટાગ્રામ પર ગુફી પેન્ટલની એક તસવીર શેર કરી અને તેમની ખરાબ તબિયત વિશે જાણકારી આપી હતી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “ગુફી પેન્ટલજી મુશ્કેલીમાં છે. પ્રાર્થના કરો ઓમ સાઈ રામ પ્રાર્થના, ઉપચાર માટે પ્રાર્થના, પ્રાર્થનાની જરૂર છે."

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Tinaa Ghaai (@tinaaghaai)

ગુફીના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની ટીનાએ કરી અપીલ

Advertisement

આ સાથે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીના ઘાઈએ એમ પણ કહ્યું છે કે ગુફી પેન્ટલના પરિવારના સભ્યોએ કોઈની સાથે કોઈપણ વિગતો શેર કરવાની મનાઈ કરી છે. ટીનાએ કહ્યું કે, ગુફીના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુફી ઘણા સમયથી બીમાર હતા અને 31 મેના રોજ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ટીના ઘાઈએ કહ્યું છે કે ગુફી પેન્ટલના પરિવારના સભ્યો તેમના સ્વાસ્થ્યને લઈને કોઈપણ વિગતો શેર કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેથી જ તેમની સાથે શું થયું તે હું કહી શકીશ નહીં. તમને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવા વિનંતી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુફી પેન્ટલની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને 31 મે 2023ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેની સમસ્યા શું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

'શકુની'ના રોલથી રચ્યો ઈતિહાસ

ગુફીએ તેમના ભાઈ પેન્ટલથી પ્રભાવિત થઈને તેમણે અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું અને 1978માં તેમણે ફિલ્મ "દિલ્લગી"માં ભગવાન ગણેશની ભૂમિકા ભજવીને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. આ પછી તેમણે ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં નાના-નાના પાત્રો ભજવ્યા પરંતુ તેમના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે બીઆર ચોપરાની એપિક ટીવી સિરિયલ 'મહાભારત'માં 'શકુની'ની ભૂમિકા ભજવી અને તે પછી તે દરેક જગ્યાએ 'શકુની' નામથી લોકપ્રિય બની ગયા. એવું કહેવું ખોટું નહીં હોય કે ગુફીએ ટીવી પર પોતાના અભિનયથી આ પાત્રને અમર કરી દીધું.

ગુફી પેન્ટલની કારકિર્દી કેવી રહી?

ગુફી પેન્ટલની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે 1980ના દાયકામાં ટીવી સિરિયલો સિવાય ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે નાટકો અને દિગ્દર્શનમાં પણ કામ કર્યું છે. મહાભારતની સાથે તેમણે શ્રી ચૈતન્ય મહાપ્રભુ નામની ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ 16મી સદીના ભક્ત ચૈતન્ય મહાપ્રભુના જીવન પર આધારિત હતી. ગુફી પેન્ટલ કોમેડિયન અને કેરેક્ટર એક્ટર પેન્ટલના મોટા ભાઈ છે. ગુફી પેન્ટલનો જન્મ 4 ઓક્ટોબર 1944ના રોજ પંજાબના તરનતારનમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. પરંતુ પાછળથી ગુફી પેન્ટલ તેમના નાના ભાઈ પેન્ટલ સાથે રહેવા માટે 1969માં બોમ્બે ગયા. અહીં તેમણે મોડલિંગ સાથે ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બીઆર ચોપરાની ટીવી શ્રેણી મહાભારતમાં મામા શકુનીના પાત્રથી તેમને દેશવ્યાપી ઓળખ મળી હતી. વર્ષ 2010 માં, ગુફી પેન્ટલે મુંબઈમાં મહાભારતના સહ-અભિનેતા પંકજ ધીરની સાથે અભિનય શાળા ખોલી.

આ પણ વાંચો - BAFTA Awards 2024 તારીખ જાહેર! ફેબ્રુઆરીમાં આ દિવસે બ્રિટિશ એવોર્ડ્સ યોજાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.