Police: રાજ્યમાં છબી ખરડતા પોલીસકર્મીઓ પર સકંજો, સસ્પેન્ડ અને બદલીની કાર્યવાહી
રાજ્યમાં છબી ખરડતા પોલીસકર્મીઓ પર સકંજો
છેલ્લા 112 દિવસમાં 70 પોલીસકર્મીઓની બદલી
દારૂ, જુગાર અને તોડકાંડમાં 70 પોલીસકર્મી બદલાયા
112 દિવસમાં વિવિધકાંડમાં 20 પોલીસકર્મી સસ્પેન્ડ
વર્લ્ડકપ ફાઈનલની સુરક્ષામાં ચૂક મુદ્દે થઈ શકે કાર્યવાહી
સજાના ભાગરૂપે 10 પોલીસ ઈન્સ્પેક્ટર સાઈડ ટ્રેક
મેચના પ્રેક્ષક પાસે તોડ કરનાર 10 પોલીસકર્મી સસ્પેન્ડ
ઓગણજ સર્કલ દંપતીને લૂંટનાર 4 પોલીસકર્મી સસ્પેન્ડ
ACBની ટ્રેપમાં પકડાયેલા 5 પોલીસકર્મી સસ્પેન્ડ
રાજ્ય પોલીસતંત્રમાં છબી ખરડનાર પોલીસકર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. વીતેલા 112 દિવસમાં 70 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરાઇ છે જ્યારે ઘણા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
112 દિવસમાં 70 પોલીસ કર્મચારીઓની બદલી
રાજ્યમાં છેલ્લા 112 દિવસમાં 70 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવાઇ છે. ખાસ કરીને દારૂ, જુગાર અને તોડકાંડ મામલે 70 પોલીસ અધિકારી અને કર્મચારીઓની બદલી કરી દેવાઇ છે. વીતેલા 112 દિવસમાં કુલ 20 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મેચ કેસમાં 12 અધિકારીઓ સામે કાર્યવાહીની શક્યતા
વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં જ્યારે વિરાટ કોહલી મેદાનમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ખાલીસ્તાની સમર્થક યુવક બેરીકેડ કુદીને મેદાનમાં ઘુસી ગયો હતો અને વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. જો કે ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ આ યુવકને બહાર કાઢ્યો હતો પણ ફાઇલ જેની મેચમાં સુરક્ષામાં ચૂક થતાં પોલીસ અધિકારીઓ પર પણ ગાજ ગીરી છે. આ મામલામાં હજુ 12 અધિકારીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે.
અમદાવાદ શહેરમાં 51 પીઆઇની સજાના ભાગરુપે બદલી
અમદાવાદ શહેરમાં 51 પીઆઇની સજાના ભાગરુપે બદલી કરી દેવાઇ છે જ્યારે 10 પીઆઇને સાઈડ ટ્રેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાઇનલ મેચ જોવા આવેલા દિલ્હીના યુવાનોને તોડ કરવા મામલે 10 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત થોડા સમય પહેલા ઓગણજ સર્કલ પાસે પણ દંપતીને લૂંટી લેવાયું હતું. આ મામલે પણ 4 પોલિસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
112 દિવસમાં 90 પોલીસ અધિકારી સામે કાર્યવાહી
જ્યારે ACBની ટ્રેપમાં પકડાયેલા 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. અમદાવાદમાં 112 દિવસમાં 90 પોલીસ અધિકારી અને કર્મચારીને સજાના ભાગરૂપે બદલી અને સસ્પેન્ડ કરાયા છે.
આ પણ વાંચો---પર્દાફાશ : વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું..! વાંચો, અહેવાલ