Accident : Agra એક્સપ્રેસ વે પર દુખદ અકસ્માત, સ્કોર્પિયોમાં વિસ્ફોટ, 5 ના મોત, એકની હાલત ગંભીર
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આગ્રા (Agra) એક્સપ્રેસ વે પર એક કરુણ અકસ્માત (Accident)માં પાંચ લોકોના મોત થયા છે. કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે અને તેની ઉન્નાવ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનાનું કારણ ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવવો હોવાનું કહેવાય છે. આ ઘટના ગુરુવારે સાંજે 5.30 વાગ્યે બની હતી. આગરા લખનૌ એક્સપ્રેસ વે પર કિલોમીટર નંબર 236 નજીક સ્કોર્પિયો કારનો અકસ્માત (Accident) થયો હતો.
આ કાર દિલ્હીથી ફૈઝાબાદ જઈ રહી હતી. કાર કાબૂ બહાર જઈને અથડાઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ બાંગરમાઉ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કારમાં સવાર ત્રણ ઘાયલ લોકોને સીએચસી બાંગરમાઉમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણ ઇજાગ્રસ્તોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજતાં અકસ્માત (Accident)માં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પાંચ પર પહોંચી છે. ઘટનાસ્થળે, વિસ્તાર અધિકારી બાંગરમાઉ અને પોલીસ સ્ટેશન બાંગરમાઉએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત (Accident)નું કારણ ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવ્યો હોવાનું કહેવાય છે. આ અકસ્માત (Accident)માં અન્ય કોઈ વાહન કે મુસાફરોને કોઈ નુકસાન થયું નથી.
ત્રણ ઘાયલોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયા...
બાંગરમાઉ પોલીસે આ અકસ્માત (Accident)માં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોને સીએચસી બાંગરમાઉમાં દાખલ કર્યા હતા. જોકે, ત્રણેય ઘાયલોને ઉન્નાવ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જે પૈકી બેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત (Accident)માં જીવ ગુમાવનારાઓના મૃતદેહ પોલીસ પાસે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કારમાં મોટાભાગના લોકો ફૈઝાબાદના હતા. એક મૃતક પણ ફૈઝાબાદનો છે, જ્યારે બે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. ઘાયલોમાં એક વ્યક્તિ ફૈઝાબાદનો અને બીજો બસ્તીનો છે. એક ઘાયલ વ્યક્તિની પણ હજુ સુધી ઓળખ થઈ નથી.
આ પણ વાંચો : Maharashtra ના જાલનામાં મોટી દુર્ઘટના, ટેક્સી કૂવામાં પડી, 7 ના મોત, 3 ઘાયલ
આ પણ વાંચો : Assam નો મુસ્લિમ મેરેજ કાયદો શું હતો? હિમંત સરકારે કર્યો રદ્દ...
આ પણ વાંચો : Signature Bridge collapsed : ઉત્તરાખંડનો પહેલો સિગ્નેચર બ્રિજ બનતા પહેલા બીજી વખત તૂટ્યો...