Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Abu Dhabi Crown Prince : હૈદરાબાદ હાઉસમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને PM મોદી વચ્ચે મુલાકાત

ક્રાઉન પ્રિન્સ ભારતની સત્તાવાર મુલાકાતે મહત્વપૂર્ણ ઍગ્રિમેન્ટ્સ પર કરાઈ ચર્ચા ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે PM નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince) શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને હૈદરાબાદ હાઉસ...
abu dhabi crown prince   હૈદરાબાદ હાઉસમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને pm મોદી વચ્ચે મુલાકાત
  1. ક્રાઉન પ્રિન્સ ભારતની સત્તાવાર મુલાકાતે
  2. મહત્વપૂર્ણ ઍગ્રિમેન્ટ્સ પર કરાઈ ચર્ચા
  3. ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે

PM નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince) શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, "એક નજીકના મિત્ર તરફથી ઉષ્માભર્યું સ્વાગત. PM નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince) શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યું."

Advertisement

ક્રાઉન પ્રિન્સ ભારતની સત્તાવાર મુલાકાતે...

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince) શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince) તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince) સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ છે.

Advertisement

આ પણ વાંચો : 'CBI એ નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવો જોઈએ', SC એ કોલકાતા કેસમાં એક સપ્તાહનો સમય આપ્યો, મંગળવારે આગામી સુનાવણી

મહત્વપૂર્ણ ઍગ્રિમેન્ટ્સ...

મુલાકાત દરમિયાન વ્યાપાર અને રોકાણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ઍગ્રિમેન્ટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બંને નેતાઓએ ખનિજ, ઊર્જા, અને કૃષિ ક્ષેત્રે નવા કરાર કરવાનું નક્કી કર્યું. UAE અને ભારતે સાથી દેશો તરીકે વૈશ્વિક ઉર્જા ટ્રાન્ઝિશન, પર્યાવરણ સંરક્ષણ, અને નાણાકીય ટેક્નોલોજી વિકાસમાં સહયોગ આપવાની વાત કરી. રાષ્ટ્રિય સુરક્ષા અને સંરક્ષણમાં સહયોગ રાષ્ટ્રિય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સહકાર વધારવાની ચર્ચા થઈ. તાજેતરમાં ભારત અને UAE વચ્ચે સૈન્ય સહયોગ અને તાજા ટેકનિકલ આદાનપ્રદાનમાં વધારો થયો છે. તદુપરાંત, બંને દેશોએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સ્થિરતા જાળવવાના સંદર્ભમાં સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકાશે.

Advertisement

આ પણ વાંચો : UP : રાયબરેલીમાં પોલીસનો ગજબ ખેલ, રૂપિયા પરત કરવા આવેલા વ્યક્તિને જ 12 દિવસ સુધી જેલમાં પૂર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે...

ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince)રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે. એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે તેઓ મંગળવારે મુંબઈ પણ જશે. તાજેતરના વર્ષોમાં, ભારત અને UAE વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં ઊંડી બની છે. ક્રાઉન પ્રિન્સ (Abu Dhabi Crown Prince)ની મુલાકાત ભારત-UAE દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો ખોલશે.

આ પણ વાંચો : Rahul Gandhi હવે 'પપ્પુ' નથી રહ્યા, તેઓ મુદ્દાઓની ઊંડી સમજ ધરાવતા વ્યૂહરચનાકાર છે - Sam Pitroda

Tags :
Advertisement

.