Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mangarol gangrape નો ફરાર આરોપી ટ્રેનમાંથી ઝડપાયો, રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતો

સુરતના માંગરોળ ગેંગરેપને લઈને મોટા સમાચાર ગેંગરેપ કેસમાં ફરાર આરોપી રાજુની અમદાવાદથી ધરપકડ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માની ધરપકડ સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દબોચાયો આરોપી રાજુ અમદાવાદ રેલવે LCBની ટીમે કરી આરોપી રાજુની ધરપકડ ટ્રેન મારફતે ભાગી...
mangarol gangrape નો ફરાર આરોપી ટ્રેનમાંથી ઝડપાયો  રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતો
  • સુરતના માંગરોળ ગેંગરેપને લઈને મોટા સમાચાર
  • ગેંગરેપ કેસમાં ફરાર આરોપી રાજુની અમદાવાદથી ધરપકડ
  • આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માની ધરપકડ
  • સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દબોચાયો આરોપી રાજુ
  • અમદાવાદ રેલવે LCBની ટીમે કરી આરોપી રાજુની ધરપકડ
  • ટ્રેન મારફતે ભાગી જવાની ફિરાકમાં હતો આરોપી રાજુ
  • મુંબઈ-અજમેર ટ્રેન મારફતે ભાગી જવાનો હતો રાજસ્થાન
  • અમદાવાદ રેલવે એલસીબીને કરાઈ હતી જાણ

Mangarol Gangrape : સુરતના માંગરોળ ગેંગરેપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. Mangarol Gangrapeનો એક આરોપી રાજુ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે જ અમદાવાદ રેલવે LCBની ટીમે તેને ઝઢપી પાડ્યો છે. રાજુ રાજસ્થાન ભાગી જવાની વેતરણમાં હતો.

Advertisement

ગેંગરેપ કેસમાં ફરાર ત્રીજા આરોપી રાજુની ધરપકડ

રાજ્યભરમાં ચકચાર મચાવનાર સુરતના માંગરોળ ગેંગરેપને લઈને મોટા સમાચાર મળી રહ્યો છે. ગેંગરેપ કેસમાં ફરાર ત્રીજા આરોપી રાજુની અમદાવાદથી ધરપકડ કરાઇ છે. આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્માની ધરપકડ કરાઇ છે.

સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી આરોપી રાજુ દબોચાઇ ગયો

Advertisement

પોલીસ સુત્રોએ કહ્યું કે સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી આરોપી રાજુ દબોચાઇ ગયો છે. રાજુ મુંબઈ-અજમેર ટ્રેન મારફતે રાજસ્થાન ભાગી જવાનો હતો અને સુરત જિલ્લા પોલીસે અમદાવાદ રેલવે પોલીસને જાણ કરતાં અમદાવાદ રેલવે LCBની ટીમે તપાસ કરી હતી અને રાજુને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો---Surat: માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, આરોપી શિવશંકર ચૌરસિયાનું મોત

Advertisement

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું ગઇ કાલે મોત

ટ્રેન મારફતે ભાગી જવાની ફિરાકમાં રહેલો રાજુ પકડાઇ જતાં પોલીસે હાશકારો લીધો હતો. હવે આ આરોપીને સુરત જિલ્લા પોલીસને સોંપવામાં આવશે. ઉલ્લેખનિય હતી કે આ ગેંગ રેપ કેસમાં અગાઉ 2 આરોપીને ઝડપી લેવાયો હતો જેમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું ગઇ કાલે મોત થયું હતું.

મૃતક આરોપી શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાનું ફોરેન્સિક પીએમ શરુ

દુષ્કર્મના પાપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપ્યા હતા. પોલીસની કામગીરીથી હેવાનોમાં ફફડાટની સ્થિતિ સર્જાઈ છે. આરોપી ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે પકડ્યો ત્યારે જ આરોપી ડરી ગયો હોવાની વાત સામે આવી હતી. આરોપી શિવશંકરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક આરોપી શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાનું ફોરેન્સિક પીએમ શરુ કરાયું છે. તબીબો સુત્રોના જણાવ્યાનુંસાર આરોપીના પગ અને જાંઘના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા છે.

તપાસ હેડ ક્વાર્ટર ના dysp આઇ.ઝેડ.પટેલને સોંપવામાં આવી

હાલ આ આરોપીના મોત અંગેની તપાસ હેડ ક્વાર્ટર ના dysp આઇ.ઝેડ.પટેલને સોંપવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. બીજી તરફ પકડાયેલા આરોપી રાજુને સુરત જિલ્લા પોલીસને સોંપવાની તજવીજ શરુ કરાઇ છે.

આ પણ વાંચો----Surat : ગેંગરેપ કેસમાં પોલીસે 3 પૈકી 2 નરાધમોને દબોચ્યા, એક બિહાર તો બીજો MP નો વતની

Tags :
Advertisement

.