Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આમિર ખાનની દીકરી 'દંગલ ગર્લ' નું અચાનક થયું અવસાન

SUHANI BHATNAGAR DEATH : બોલીવુડના ઇતિહાસમાં દંગલ ફિલ્મને સૌથી સફળ ફિલ્મોમાંથી એક ગણવામાં આવી છે. દંગલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા છતાં તેમની સાથે ફિલ્મમાં ગીતા કુમારી ફોગાટ અને બબીતા કુમારી ફોગાટનું પાત્ર ભજવનાર કલકારોનું કામ પણ લોકોએ ખૂબ જ વખાણ્યું...
04:13 PM Feb 17, 2024 IST | Harsh Bhatt

SUHANI BHATNAGAR DEATH : બોલીવુડના ઇતિહાસમાં દંગલ ફિલ્મને સૌથી સફળ ફિલ્મોમાંથી એક ગણવામાં આવી છે. દંગલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા છતાં તેમની સાથે ફિલ્મમાં ગીતા કુમારી ફોગાટ અને બબીતા કુમારી ફોગાટનું પાત્ર ભજવનાર કલકારોનું કામ પણ લોકોએ ખૂબ જ વખાણ્યું હતું. હવે દંગલ ફિલ્મમાં બબીતા કુમારી ફોગાટનું પાત્ર ભજવનાર કલાકારનું અચાનક અવસાન થયું છે. તેમના અચાનક આમ મૃત્યુના સમાચારના કારણે લોકો શોકમાં છે.

ફિલ્મ 'દંગલ'માં બબીતાનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર સાંભળીને સેલેબ્સથી લઈને ફેન્સ સુધી બધા ચોંકી ગયા છે. વાસ્તવમાં, ચાહકો 'દંગલ ગર્લ'ના કમબેકની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેના નિધનના સમાચારે લોકોને હચમચાવી દીધા.

સુહાની ભટનાગરને દંગલ ફિલ્મ બાદ ઘણી ફેમ મળી હતી. તેણીની ફરીદાબાદની રહેવાસી હતી. તેણે ફિલ્મ 'દંગલ'માં આમિર ખાનની નાની દીકરી બબીતાની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર ભજવીને સુહાની દરેક ઘરમાં લોકપ્રિય બની હતી. ફેન્સ પણ સુહાનીને ફરીથી સ્ક્રીન પર જોવા માંગતા હતા પરંતુ 'દંગલ' પછી સુહાનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી કરી લીધી હતી. સુહાનીએ ઘણી એડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

અભ્યાસના કારણે ફિલ્મોથી દૂરી બનાવી રાખી હતી

દંગલ ફિલ્મ બાદ તે ફિલ્મમાં કામ કરી ચૂકેલા ઘણા કલાકારોને રાતોરાત ફેમ મળી હતી. સુહાની પણ તેમાંથી એક છે. બધાને લાગ્યું હતું કે સુહાની દંગલ બાદ ફિલ્મોમાં કામ ચાલુ રાખશે. પરંતુ, રાતોરાત હિટ થયા બાદ પણ સુહાની ભટનાગર સ્ક્રીનથી દૂર રહી હતી. દંગલ બાદ સુહાનીએ કામમાંથી બ્રેક લીધો. તેની પાછળનું કારણ તેનો અભ્યાસ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, એક ઈન્ટરવ્યુમાં સુહાનીએ કહ્યું હતું કે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. આ પછી જ તે ફિલ્મોમાં પરત ફરશે.

શું હતું સુહાનીના મૃત્યુનુ કારણ ?  

પ્રાપ્ત માહિતી અનુસાર, સુહાની ભટનાગરનો થોડા સમય પહેલા અકસ્માત થયો હતો જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુહાની સારવાર દરમિયાન કેટલીક દવાઓ લઈ રહી હતી જેના કારણે તેને આડઅસર થઈ હતી. જેના કારણે તેના શરીરમાં ધીમે ધીમે પાણી ભરાવા લાગ્યું. સુહાની લાંબા સમયથી દિલ્હીની એઈમ્સમાં સારવાર લઈ રહી હતી.

આ પણ વાંચો -- આશિકી 3 નું બદલાયું નામ, 1981 ની આ ફિલ્મથી પ્રેરિત હશે આ આશિકીની વાર્તા

Tags :
aamir khanactressdangalDeathpassed awaysuhani bhatnagaryoung
Next Article