Surat માં ચાલુ ક્રિકેટ મેચમાં હાર્ટ એટેક આવતા યુવકનું મોત
- સુરત:ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન યુવક ઢળી પડતા મોત નિપજ્યુ
- હાર્ટ એટેકની ઘટના કેમેરામાં કેદ
- રાંદેરના સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર યોજાઇ હતી ટુર્નામેન્ટ
- પટની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી
surat News : ઠંડીની શરૂઆત થતા જ હાર્ટ એટેક(heart attack)ના કિસ્સા સામે આવી રહ્યાં છે. સુરત(surat)ના રાંદેર વિસ્તારમાં એક શખ્સનું ચાલુ ક્રિકેટ (cricket)મેચ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઠંડીમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે. આવામાં દરેક લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.
ગ્રાઉન્ડ પર જ આવ્યુ મોત
સુરતના રાંદેરમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. પટની સમાજ(Patni Society)ના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મકસુદ અહમદભાઈ બુટવાલાને મેચ ચાલુ હતી, તે દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો હતો. તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ચાલુ મેચમાં ઢળી પડવાનો વીડિયો સામે આવ્યો છે. રાંદેર ખાતે આવેલ સુલતાનિયા જીમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. મકસુદભાઈ મોન્ટુ સર નામથી ઓળખાતા હતા અને પોતાનું ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. સાથે જ સમાજ સેવા ક્ષેત્રે પણ લોકોની ઘણી મદદ કરતા હતા. ત્યારે તેમના મોતથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો -Surendranagar:SMC ના PSI નો અકસ્માતમાં મોતનો મામલો, રાજય પોલીસ વડાએ તપાસ અમદાવાદ ગ્રામ્યને સોંપી
શું છે હાર્ટ એટેક આવવાનું કારણ
આજના સમયમાં હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદયમાં બ્લડ ફ્લો અટકી જાય છે. હાર્ટ એટેક આવે ત્યારે સામાન્ય રીતે દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો, હાથમાં દુખાવો, જબડામાં દુખાવો અને પીઠમાં દુખાવા જેવા લક્ષણ જોવા મળે છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ બ્લડ કલોટીંગ હોય છે. હાર્ટ એટેક આવવાના કેટલાક કલાક પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેત દેખાવા લાગે છે. જો આ લક્ષણો ઉપર ધ્યાન આપવામાં આવે તો હાર્ટ એટેકના રિસ્ક થી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ હાર્ટ એટેકના બે કલાક પહેલાં શરીરમાં દેખાતા લક્ષણો વિશે.