Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. શુક્રવારે (4 મે)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોના...
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એક આતંકી ઠાર  સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. શુક્રવારે (4 મે)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા હતા.

Advertisement

સર્ચ ઓપરેશન
રાજૌરી વિસ્તારમાં 3 મેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારબાદ ગઈકાલે (4 મે) આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કરીને વિસ્ફોટ કર્યો હતો જેમાં 5 જવાનો શહીદ થયા હતા. હાલ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે SCO બેઠક માટે પાકિસ્તાન, ચીન સહિત ઘણા દેશોના વિદેશ મંત્રીઓ ભારતમાં હાજર હતા. એટલા માટે તેને પાકિસ્તાનના મોટા ષડયંત્ર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
વિસ્ફોટમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા
જો સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પૂંચમાં આર્મી ટ્રક પર થયેલા હુમલામાં સામેલ હતા. સુરક્ષા દળોએ તેમને સંપૂર્ણ રીતે ઘેરી લીધા છે. જો કે શુક્રવારે આ આતંકીઓના વિસ્ફોટમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.
Tags :
Advertisement

.